Sunday, October 17, 2021
Home17થી 28 જાન્યુઆરી સુધી ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદના દુકાનો-મોલ ખુલ્લાં રહેશે
Array

17થી 28 જાન્યુઆરી સુધી ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદના દુકાનો-મોલ ખુલ્લાં રહેશે

અમદાવાદઃ  વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે 17થી 28 જાન્યુઆરી દરમિયાન યોજાનારા શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન એટલે કે 12 દિવસ શહેરના તમામ શોપિંગ મોલ્સ, દુકાનો અને પાથરણા બજાર 24 કલાક ખુલ્લા રહેશે. રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસ કમિશનરને જરૂરી વ્યવસ્થા કરવા માટે આદેશ આપ્યો છે.

શોપિંગ ફેસ્ટિવલને યાદગાર બનાવવા પ્રયાસો

દુકાનદારોએ AMC સમક્ષ પ્લાન રજૂ કરવો પડશે

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે,શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ AMC શહેરના જે પણ દુકાનદાર પોતાની શોપ મોડી રાત કે આખી રાત ખુલ્લી રાખવા માગતા હશે તેમને છૂટ આપશે. તેમજ જરૂરી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે અમે શોપિંગ ફેસ્ટિવલ માટે તમામ દુકાનદારોને તેમના પ્લાન કોર્પોરેશન સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે.

કાયદો-વ્યવસ્થાનું પ્લાનિંગ

મ્યુનિસિપલ કમિશનરે વધુમાં કહ્યું કે,AMC અને શહેર પોલીસ શહેરીજનો માટે આ શોપિંગ ફેસ્ટિવલ એક યાદગાર સંભારણું બની રહે તે માટે કાયદો વ્યવસ્થાથી લઈને તમામ જરુરી વ્યવસ્થા કરવા કટીબદ્ધ છે. આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન મનોરંજનની પણ ઘણીબધી એક્ટિવિટી કરાશે. જેથી અમદાવાદીઓ એક સારી નાઇટ લાઇફ એન્જોય કરી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments