- Advertisement -
નવી દિલ્હીઃ રિયલ્ટી ફર્મ યુનીટેકના નિર્દેશક સંજય ચંદ્રા અને અજય ચંદ્રાને સુપ્રીમ કોર્ટે જામીન આપવાથી ઈન્કાર કર્યો છે. બુધવારે તેમની અરજી પર સુનાવણી થઈ. કોર્ટે કહ્યું કે ગત આદેશ પ્રમાણે સંજય ચંદ્રાએ કોર્ટની રજિસ્ટ્રીમાં 750 કરોડ રૂપિયા જમા કરાવ્યા નથી. કોર્ટ 30 ઓક્ટોબર 2017એ આદેશ આપ્યો હતો કે 31 ડિસેમ્બર 2017 સુધીમાં રકમ જમા કરાવવામાં આવે. ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી કરવાના આરોપમાં સંજય અને તેમનો ભાઈ અજય ચંદ્રા 9 ઓગસ્ટ 2017થી જેલમાં છે.
યુનિટેક સામે 16,000 ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ
-
ચંદ્રા બંધુઓએ કોર્ટેને કહ્યું કે તેઓએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા 400 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. બાકીની રકમ ઝડપથી જમા કરાવવામાં આવશે.
-
યૂનીટેકના નિર્દેશકો પર આરોપ છે કે તેમણે 16,000 બાયર્સને સમય પર ફલેટ આપ્યા નથી. તેમાંથી 9,390 લોકોની માંગ છે કે ફલેટનું પઝેશન આપવામાં આવે અથવા તો તેમની રકમ પરત આપવામાં આવે. માત્ર 4700 ગ્રાહકો રિફન્ડ ઈચ્છે છે.
-
ગત વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે યુનીટેકને આદેશ આપ્યો કે તે પોતાના 5 પ્રોજેકટ્સમાં 514 ફલેટ્સ બનાવે. કંપની કોલકતાની સંપતિ વેચવાથી જે રકમ મળે તેનો ઉપયોગ ફલેટ બનાવવામાં કરે.
-
વર્ષ 2015માં યુનીટેકની સામે મામલો નોંધાયો હતો. બાદમાં યુનીટેકે ગુરગ્રામ સ્થિત વાઈલ્ડ ફલોવર કન્ટ્રી અને અંથિયા પ્રોજેકટના 173 ગ્રાહકોએઁ પણ વિરોધ કર્યો હતો. ઓગસ્ટ 2017માં દિલ્હી હાઈકોર્ટે ચંદ્ર બંધુઓને જામીન આપવાથી ઈન્કાર કર્યો હતો.