રાજકોટ શહેરમાં ગઇકાલે સાંજના 5 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા, આજે એક પણ મોત નહીં

0
5

પ્રતીકાત્મક તસ્વીર
  • આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી સઘન કરવામાં આવી
  • ચૂંટણી બાદ કોરોના કેસની સંખ્યામાં વધારો થશે, લોકોની ધારણા સાચી પડી

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી પુરી થતાની સાથે જ આજે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. રાજકોટ શહેરમાં ગઇકાલે સાંજના 5 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોરોના નવા 17 પોઝિટિવ કેસ નોંધાતાની સાથે રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 15869 પર પહોંચી ચુકી છે, જે પૈકી કોરોનાને મ્હાત આપનાર 15610 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

રાજકોટમાં લોકોની ધારણા સાચી પડી

રાજકોટમાં ફરી આજે કોરોના કેસની સંખ્યા ડબલ ડિઝીટ પર જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ગઇકાલે બપોરના 12 વાગ્યા સુધીમાં સિંગલ ડિઝીટ એટલે કે માત્ર પોઝિટિવ 4 કેસ નોંધાયા હતા. જેની સામે આજે બપોરના 12 વાગ્યા સુધીમાં ડબલ ડિઝીટ એટલે કે 17 કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સામે આવી છે. ગઇકાલે રાજકોટના તમામ 18 વોર્ડમાં ચૂંટણી માટે મતદાન થયું હતું. લોકમુખે એક ચર્ચા હતી કે ચૂંટણી બાદ કોરોના કેસની સંખ્યામાં વધારો થશે અને આજે આ ધારણા સાચી સાબિત થઇ છે.

કોરોના વધુ ન વકરે તે માટે આરોગ્ય વિભાગ સજ્જ છે - ડો.પંકજ રાઠોડ
કોરોના વધુ ન વકરે તે માટે આરોગ્ય વિભાગ સજ્જ છે – ડો.પંકજ રાઠોડ

કેસની સંખ્યા વધતા આરોગ્ય વિભાગે સર્વેલન્સની કામગીરી સઘન બનાવી

રાજકોટ શહેરમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતાં જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવે તેની આસપાસના તમામ વિસ્તારોમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સર્વેલન્સની કામગીરી હાથ ધરી ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની પ્રક્રિયા શરૂ કરી છે. રાજકોટમાં નિયંત્રણમાં આવેલ કોરોના ફરી બેકાબૂ ન બને તે માટે મનપાની આરોગ્ય વિભાગ ટિમ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી 50 જેટલા ધન્વંતરી રથનો ઉપયોગ કરી આરોગ્ય કેન્દ્ર અને અન્ય જગ્યા પર ટેસ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરી છે. આરોગ્ય વિભાગના અધિકારી ડો.પંકજ રાઠોડના જણાવ્યા મુજબ ક્યાંક લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હશે અથવા માસ્ક ધારણ નહીં કર્યુ હોય તો તેમને ચેપ ફેલાવવાની શકયતા છે, માટે કોરોના વધુ ન વકરે તે માટે આરોગ્ય વિભાગ સજ્જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here