17 વૈજ્ઞાનિકનું સંશોધન : સાવધાન! માસ્ક પહેરો, હવે ગરમીમાં વાયરસ શ્વાસથી સ્પ્રેની જેમ ફેલાશે

0
4

કોરોના ફેલાવાના કારણ અંગે દુનિયાભરમાં સંશોધન થઈ રહ્યા છે. 15 મહિનાના કોરોનાકાળમાં સંશોધનો કર્યાં પછી ભારતીય વિજ્ઞાનીઓએ સ્પષ્ટતા કરી છે કે કોરોનાવાયરસ ગરમીમાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યારે પહેલાં મનાતું હતું કે વાયરસ શિયાળામાં વધુ અસરકારક હોય છે. ભારત સરકારે 17 વિજ્ઞાનીને સંશોધનમાં માલૂમ પડ્યું છે કે ગરમીના કારણે વાયરસના ફેલાવાની ક્ષમતા વધી જાય છે.

વાયરસના કણ લાંબા સમય સુધી હવામાં રહે છે

સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી), હૈદરાબાદના ડિરેક્ટર ડૉ. રાકેશ મિશ્રા કહે છે કે ગરમીની ઋતુમાં શ્વાસ ઝડપથી વરાળ બની જાય છે. આ સ્થિતિમાં કોઈ સંક્રમિત શ્વાસ છોડે, ત્યારે વાયરસના નાના-નાના કણમાં વહેંચાઈ જાય છે. વાયરસના અતિસૂક્ષ્મ કણ શ્વાસની સાથે સ્પ્રેની જેમ ઝડપથી બહાર આવી જાય છે. એટલું જ નહીં, એ લાંબા સમય સુધી હવામાં રહે છે, એટલે જો વ્યક્તિ માસ્ક પહેર્યા વિના એ સ્થળે હોય તો સંક્રમિત થવાની શક્યતા પૂરેપૂરી છે. જોકે ખુલ્લા વાતાવરણમાં સંક્રમિત થવાનો ખતરો ઓછો છે, પરંતુ હૉલ, બંધ રૂમ, લિફ્ટ વગેરેમાં સંક્રમિત વ્યક્તિ ઉધરસ કે છીંક ખાય, તો ત્યાં હાજર લોકો સંક્રમિત થવાની શક્યતા ઘણી વધી જાય છે.

વૈજ્ઞાનિકોએ 64 પ્રયોગ બાદ તારણ આપ્યું

હવામાં વાયરસની અસર સમજવા માટે વિજ્ઞાનીઓએ હૈદરાબાદમાં અને મોહાલીમાં 64 સ્થળે પ્રયોગો કરીને આ તારણ કાઢ્યું હતું. એમાં હોસ્પિટલોના આઈસીયુ, સામાન્ય વૉર્ડ, ગેલરી, દર્દીના ઘરના બંધ કે ખુલ્લા રૂમ, વેન્ટિલેશન ધરાવતાં અને નહીં ધરાવતાં ઘરો સામેલ છે.

રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકોઃ ડૉ. રાકેશ કે.મિશ્રા, ડૉ. શિવરંજની, ડૉ. ટી. શરદચંદ્ર, ડૉ. આરુષી ગોયલ, ડૉ. ભુવનેશ્વર ઠાકુર, ડૉ. ગુરપ્રીત સિંહ ભલ્લા, ડૉ. દિનેશ કુમાર, ડૉ. દિગ્વિજય સિંહ નરુકા, ડૉ. અશ્વિની કુમાર, ડૉ. અમિત તુલી, ડૉ. સ્વાતી સુરાવરમ, ડૉ. ત્રિલોકચંદ્ર બિંગી, ડૉ. શ્રીનિવાસ એમ, ડૉ. રાજારાવ, ડૉ. કૃષ્ણા રેડ્ડી, ડૉ. સંજીવ ખોસલા, ડૉ. કાર્તિક ભારદ્વાજ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here