Saturday, April 20, 2024
Homeકોરોના ઈફેક્ટ : કોરોનાવાઈરસને કારણે એકતા કપૂરે 17 વર્ષ બાદ હાથ પરની...
Array

કોરોના ઈફેક્ટ : કોરોનાવાઈરસને કારણે એકતા કપૂરે 17 વર્ષ બાદ હાથ પરની રિંગ્સ કાઢી

- Advertisement -

મુંબઈ. ફિલ્મ તથા ટીવી પ્રોડ્યૂસર એકતા કપૂરે કોરોનાવાઈરસને કારણે અશક્ય લાગતી વાતને શક્ય બનાવી છે. કોરોનાવાઈરસમાં હાઈજીન રાખવું જરૂરી છે. આથી જ એકતાએ પોતાના એક હાથની તમામ રિંગ્સ ઉતારી નાખી છે. એકતા કપૂર આ રિંગ્સ છેલ્લાં 17 વર્ષથી પહેરતી હતી.

એકતાએ વીડિયો શૅર કર્યો

એકતાએ પોતાના ચાહકોને સરપ્રાઈઝ આપી હતી અને એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં એકતા કપૂરના એક હાથની આંગળીઓ પર કોઈ જાતની વીંટીઓ જોવા મળતી નથી. વીડિયો શૅર કરીને એકતાએ કહ્યું હતું, આ દરમિયાન અન્ય એક સમાચાર. થાનોસે બિલ્ડિંગ છોડી દીધી છે. તેણે વિશ્વને બરબાદ કરી નાખ્યું છે. મજાક કરું છું.

https://www.instagram.com/p/B-oPb4YgWqw/?utm_source=ig_embed

ટીવી સેલેબ્સે કમેન્ટ્સ કરી

એકતાએ આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં માત્ર ચાહકોને જ નહીં સેલેબ્સને પણ નવાઈ લાગી હતી. કરિશ્મા તન્નાએ કમેન્ટ કરી હતી કે શું? જેના જવાબમાં એકતાએ કહ્યું હતું, હા, થોડાં દિવસ માટે. હિના ખાને કમેન્ટ કરતાં પૂછ્યું હતું, આ કેવી રીતે થયું? એક ચાહકે એકતાને સવાલ કર્યો હતો કે તેણે કેટલાં વર્ષે આ રિંગ્સ  ઉતારી, જેના જવાબમાં એકતાએ કહ્યું હતું કે તેણે વર્ષ 2003થી આ રિંગ્સ પહેરવાની શરૂઆત કરી હતી.

સેફ હેન્ડ ચેલેન્જમાં ટ્રોલ થઈ હતી

એકતા કપૂર સરોગસીની મદદથી દીકરા રવિ કપૂરની માતા બની છે. થોડાં સમય પહેલાં સ્મૃતિ ઈરાનીએ એકતાને સેફ હેન્ડ ચેલેન્જ માટે નોમિનેટ કરી હતી. એકતાએ આ ચેલેન્જ સ્વીકારીને હાથ કેવી રીતે ધોવાય તેનો વીડિયો શૅર કર્યો હતો અને અનિતા હસનંદાની, રેહા કપૂર, દિવ્યાંકા ત્રિપાઠી તથા મૌની રોયને નોમિનેટ કર્યાં હતાં. એકતાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું કે રિંગ તથા બ્રેસલેટ હોવાને કારણે તેને હાથ ધોતા પૂરી એક મિનિટ થઈ હતી અને તેણે વધારાનું સેનિટાઈઝર પણ ઉપયોગમાં લીધું હતું. જોકે, એકતાના બંને હાથમાં રિંગ્સ તથા બ્રેસલેટ હતાં અને તેને કારણે સોશિયલ મીડિયા યુઝર્સે તેને હાઈજીન રાખવાની સલાહ આપી હતી.

પરિવાર સાથે દીવા પ્રગટાવ્યા હતાં

પાંચ એપ્રિલે પીએમ મોદીએ રાત્રે નવ વાગીને નવ મિનિટ સુધી ઘરની લાઈટ્સ બંધ કરીને દીવા પ્રગટાવવાની અપીલ કરી હતી. એકતાએ દીકરા રવિ તથા પિતા જીતેન્દ્ર સાથે દીવા પ્રગટાવ્યાં હતાં.

https://www.instagram.com/p/B-ms3gFASb2/?utm_source=ig_embed

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular