કોરોના ગુજરાત : રાજ્યમાં નવા 176 કેસ નોંધાયા, જેમાંથી 143 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1272 થયાઃ જયંતિ રવિ

0
11
  • વુધ સાત દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 48 થયો
  • અત્યારસુધીમાં કુલ 87 લોકો ડિસ્ચાર્જ થયા
  • વડોદરા અને સુરતમાં 13-13 કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 2802 ટેસ્ટ કરાયા, 251 પોઝિટિવ, 2551 નેગેટિવ

ગાંધીનગર. રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેમાં 143 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. આ મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1272 પોઝિટિવ કેસ થયા છે. તેમજ રાજ્યમાં વધુ સાત લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 48 થયો હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.  ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે કેસ વધ્યા જરૂર છે પણ કોરોનાને મર્યાદિત વિસ્તારમાં રોકી પણ લેવાયો છે.  ગુજરાતમાં કોરોના ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે છે. રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 18 એપ્રિલ સુધીમાં 1272 કેસ નોંધાઇ ચૂક્યા છે.

24 હજાર રેપિડ ટેસ્ટ કિટ દિલ્હીથી અમદાવાદ પહોંચી 

ભારત સરકાર તરફથી ગુજરાતને 24,000 કોવિડ-19 રેપિડ ટેસ્ટિંગ કિટનો પ્રથમ જથ્થો શુક્રવારે મળ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કિટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી 2-3 દિવસમાં પ્રાપ્ત થશે. આ રેપિડ ટેસ્ટીંગ કિટ દ્વારા પરિક્ષણમાં જે દર્દીઓ કોરોના પોઝિટીવ જણાય તેમનું ફરીવાર રેગ્યુલર RTPCR ટેસ્ટ દ્વારા પણ પરિક્ષણ કરવામાં આવશે તેમ આરોગ્ય સચિવ જયંતિ રવિ એ જણાવ્યું હતું.  આ કિટને કારણે ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં કોરોના સંભવિત લોકોનું પરિક્ષણ કરી શકાશે. જે આ મહામારી પર ઝડપથી નિયંત્રણ મેળવવામાં અત્યંત ઉપયોગી બની રહેશે. જોકે આ કિટના ઉપયોગ અંગે હજુ આરોગ્ય કર્મીઓને તાલીમ આપવાની હોઇ તેનો ઉપયોગ શરૂ કરવામાં એકાદ બે દિવસ લાગશે.

રાજ્યમાં 1099 પોઝિટિવ કેસ, 41 મોત અને 86 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 765 25 24
વડોદરા 152 07 07
સુરત  156 06 10
રાજકોટ 30 00 09
ભાવનગર 28 03 10
આણંદ 27 00 03
ભરૂચ 22 00 00
ગાંધીનગર 17 01 10
પાટણ 15 01 11
નર્મદા 11 00 00
પંચમહાલ 08 01 00
બનાસકાંઠા 08 00 00
છોટાઉદેપુર 06 00 00
કચ્છ 04 01 00
મહેસાણા 04 00 00
બોટાદ 04 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 02 00 00
ખેડા 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 01 00 00
મહિસાગર 01 00 00
અરવલ્લી 01 01 00
કુલ  1272 48 88

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here