Saturday, October 23, 2021
Home18 જાન્યુ.થી SVP હોસ્પિ. કાર્યરત થશે, ડૉક્ટરો સહિત 1500નો સ્ટાફ ફરજ પર...
Array

18 જાન્યુ.થી SVP હોસ્પિ. કાર્યરત થશે, ડૉક્ટરો સહિત 1500નો સ્ટાફ ફરજ પર રહેશે

અમદાવાદ: AMCની નવી વીએસ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલનું આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ઉદ્ઘાટન કરવાના છે. આ હૉસ્પિટલમાં ડૉકટરો સહિત 1500 નો સ્ટાફ દર્દીઓ માટે ફરજ પર હાજર રહેશે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે હૉસ્પિટલમાંની સેવાઓનુ આઉટસોર્સિંગ આપવામાં આવ્યું છે. અલગ અલગ શિફ્ટમાં ડોકટરો ફરજ બજાવશે. હૉસ્પિટલના સુપ્રિટેન્ડનટ તેમજ અલગ અલગ વિભાગના હેડ તમામ 18મી સુધીમાં નક્કી થઈ જશે.

આયુષ્યમાન યોજના અને મા અમૃતમ કાર્ડ યોજનાનો પણ લોકો લાભ લઈ શકશે

દેશના સારામાં સારા મેડિકલના સાધનો સાથેની સુવિધાઓ

સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ સંપૂર્ણપણે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત દેશની સારામાં સારી મેડિકલ સુવિધાઓ વાળી હૉસ્પિટલ બનાવવામાં આવી છે. આખા દેશમાં કયાય ન હોય તેવા બેસ્ટ સાધનો એસવીપી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પેપરલેસ હોસ્પિટલ બનાવવામાં આવી છે.

સરકારી યોજનાઓનો લાભ લઈ શકશે

18 ઓપીડી તેમજ અન્ય વિભાગો શરૂ કરી દેવામાં આવશે. બે દિવસમાં હૉસ્પિટલ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. SVP હૉસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અને મા અમૃતમ કાર્ડ યોજનાનો પણ લોકો લાભ લઈ શકશે.

હૉસ્પિટલમાં હાઇટેક સિક્યુરિટી

સામાન્ય રીતે જૂની વીએસ હૉસ્પિટલમાં જેમ દર્દીઓના સગા અને સિક્યુરિટી વચ્ચે અંદર પ્રવેશ થતું હતું. SVP હૉસ્પિટલમાં તે રીતે કોઈ ઘર્ષણ ન થાય તેમજ અનુશાસન જળવાય તે માટે ટ્રેઈન્ડ સિક્યુરિટી રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments