Saturday, October 23, 2021
Home18 વર્ષ બાદ ‘ટોટલ ધમાલ’ના સેટ પર આ અંદાજમાં જોવા મળ્યા અનિલ-માધુરી
Array

18 વર્ષ બાદ ‘ટોટલ ધમાલ’ના સેટ પર આ અંદાજમાં જોવા મળ્યા અનિલ-માધુરી

બૉલીવુડ અભિનેતા અનિલ કપૂર અને માધુરી દીક્ષિત 18 વર્ષ બાદ ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં એકસાથે દેખાશે. હાલમાં જ બંનેએ ફિલ્મનુ શુટિંગ સમાપ્ત કર્યુ. આ વાતની માહિતી જાતે માધુરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરીને આપી છે. તસ્વીર શેર કરીને કેપ્શનમાં લખ્યું, Last day on the sets of #TotalDhamal. ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થઇ જશે.

https://www.instagram.com/p/BspgG5Knv_V/?utm_source=ig_embed

થોડા દિવસ પહેલા આવ્યો હતો ફિલ્મનો પ્રથમ લુક

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આ ફિલ્મનો ફર્સ્ટ લુક રીલીઝ કરવામાં આવ્યો હતો. જેમાં અજય હૉલીવુડ સેન્સેશનના નામથી પ્રખ્યાત એનિમલ ક્રિસ્ટલથી સાથે દેખાશે. ફિલ્મની વાત કરીએ તો તેમાં અનિલ અને માધુરી દીક્ષિત સિવાય અજય દેવગણ, રિતેશ દેશમુખ, અર્શદ વારસી, જાવેદ જાફરી, સંજય મિશ્રા અને પીતાબોશ મુખ્ય કિરદારમાં જોવા મળશે. ફિલ્મ ‘ધમાલ’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રીલીઝ થશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments