Wednesday, September 29, 2021
Homeરાજકોટ : બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ સહિત જિલ્લામાં 18 ને કોરોના પોઝિટિવ.
Array

રાજકોટ : બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ સહિત જિલ્લામાં 18 ને કોરોના પોઝિટિવ.

  • બોટાદમાં 2, જામનગરમાં 3, ધોરાજીમાં 9, જસદણમાં 2 અને જામકંડોરણમાં 1 કેસ
  • મહાદેવના આશીર્વાદ મારી સાથે છે, હું સ્કૂટર લઈને હોસ્પિટલમાં આવ્યો છુંઃ બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ
  • દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી

રાજકોટ જિલ્લામાં 18, અમરેલીમાં 6, ભાવનગર જિલ્લામાં 12 અને બોટાદમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. એક જ દિવસમાં કોરોનાથી ત્રણના મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. જેમાં 63 વર્ષના પુરૂષ, 67 વર્ષના પુરૂષ અને 67 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 9 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, લોકો અને મહાદેવની આશીર્વાદ મારી સાથે છે. હું સ્કૂટર લઇને હોસ્પિટલમાં આવ્યો છું. જામનગરમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે.

રાજકોટમાં બપોર પછી 4 કેસ નોંધાયા 

રંજનબેન જયંતભાઈ રૈયાણી (62) રહે. રૈયારાજ, અયોધ્યાનગર- 1, નવનીત હોલ, કોઠારીયા મેઈન રોડ, ભક્તિનગર, રાજકોટ.

સમીર નવસાદભાઈ મીર (30) રહે. રાજનગર- 1, મસ્જિદ ચોક પાસે, સદગુરુ તીર્થ સામે, રાજકોટ.

જયેશભાઇ ઇન્દુકુમાર ઉપાધ્યાય (46) રહે. ઘનશ્યામ 9/18, લક્ષ્મીવાડી, મિલપરા મેઈન રોડ, ભક્તિનગર, રાજકોટ.

મયુર જ્યેન્દ્રકુમાર માખેંચ (32)રહે. આસોપાલવ બ્લોક નં. 60, સત્ય સાંઈ હોસ્પિટલ રોડ, આત્મીય કોલેજની પાછળ, રાજકોટ

મહાદેવના આશીર્વાદ મારી સાથે છે, હું સ્કૂટર લઈને હોસ્પિટલમાં આવ્યો છુંઃ જયેશ ઉપાધ્યાય

જયેશભાઇએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. લોકોના આશીર્વાદ અને મહાદેવના આશીર્વાદ મારી સાથે છે. હું સ્કૂટર લઈને હોસ્પિટલમાં આવ્યો છું. ઘોડા જેવો થઈને અહીંથી બહાર નીકળીશ. લોકડાઉન દરમિયાન બોલબાલા ટ્રસ્ટ દ્વારા દરરોજના 37 હજાર લોકોને ટિફિન પહોંચાડવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. હંમેશા લોકોની મદદે જયેશભાઇ તત્પર રહ્યા છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ તેઓ જલ્દીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. જયેશભાઇ  ઉપાધ્યાય હાલ સિનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ભાવનગરમાં શાકભાજીના વેપારી, શિક્ષક સહિત 9ને કોરોના પોઝિટિવ

ભાવનગરમાં આજે 9 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગરના વાઘાવાડી રોડ પુજા ફલેટની બાજુમાં રહેતા ડો. સુભાષ દત્તાત્રાયા તેલંગ( ઉં.વ 66),  કુંભારવાડા માઢીયા રોડ પર રહેતા અને પ્લાસ્ટીકની ફેક્ટરીમાં કામ કરતા સવજીભાઈ કેશવભાઈ ઝાંઝમેરા (ઉં.વ.52), ચિત્રા સીદસર રોડ માધવાનંદ -2માં રહેતા અને સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કરણભાઈ લક્ષ્મણભાઈ ચાવડા (ઉં.વ.43), હિલ ડ્રાઇવ ફુલવાડી ચોક, પ્લોટ નં. 2214 / બી / સી -1માં રહેતાં  અને અગાઉ પોઝિટિવ આવેલાના સંપર્કમાં રહેલા કેવટ જયંતીકુમાર વાનાણી (ઉં.વ. 37), નારી ગામે રહેતા અમરશીભાઈ ગણેશભાઈ ડોંડા (ઉં.વ.72), અનંતવાડી અજય સોસાયટીમાં રહેતાં અને ચોગઠ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ તુલસીભાઈ યાદવ (ઉં.વ.32), નવી સિંધુનગર, રામાપીર મંદિર પાસે રહેતા ગોરમલ દાદુમલ રામરખીયાણી અને શાકભાજીના વેપારી (ઉં.વ.64), કોબડી ગામે રહેતાં પાર્વતીબેન તુલસીભાઇ સુતરીયા (ઉં.વ.58) અને વલ્લભીપુરના પીપળી ગામે રહેતાં અલ્પેશભાઈ ધરમશીભાઈ ભુંગળીયા (ઉં.વ.35)નો સમાવેશ થાય છે.

ભાવનગર ગ્રામ્ય પંથકમાંથી વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં 12 કેસ  

મહુવાના કોંજલી ગામે તબિયત બગડતાં સુરતથી આવેલા દક્ષાબેન ઘનશ્યામભાઇ કાવડ (ઉં.વ.36), મહુવાના સારદીકા ગામે રહેતા અને સુરતની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા કેતનભાઈ ભોલાભાઈ રાઠોડ (ઉં.વ. 24) અને તળાજાના બેલા ગામે રહેતાં અને સુરતની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતાં રણછોડભાઈ માવજીભાઈ ડાંખરા (ઉં.વ. 65)નો સમાવેશ થાયા છે.

રાજકોટમાં સવારે 2 કેસ પોઝિટિવ, 2નાં મોત

કાલાવડ રોડ પર રહેતા  દિનેશભાઈ સામતભાઈ ઓડેદરા (ઉં.વ.45) અને દ્વારકાધીશ સોસાયટી શેરી નંબર-3, ઉમિયા ચોકમાં રહેતા ચિરાગ અરવિંદભાઈ માણસુરીયા (ઉં.વ.-24)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે  સત્યનારાયણ પાર્ક, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા કૈલાશ કુરજીભાઈ પટેલનું કોરોનાથી મોત નિપજ્યું છે. આ સાથે જ રેસકોર્સ પાર્કમાં રહેતા  અને અકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા અરુણભાઈ ભગવાનદાસ ઠકરાર (ઉં.વ.67)નું કોરોનાથી મોત નિપજ્યું છે.

જસદણમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા

જસદણમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. જસદણનાં  PGVCL કચેરી સામે રહેતા અબ્દુલભાઇ હારુનભાઇ પરમાર (ઉ.વ. 39) અને જસાપર ગામે રહેતા ગીરધરભાઇ જમનભાઇ ઢોલરીયા (ઉ.વ. 68)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.

ધોરાજીમાં 9 કેસ પોઝિટિવ નોંધાયા

ધોરાજીમાં આજે સવારે વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. વાલ્મીકી વિસ્તારમાં 28 વર્ષીય યુવકનો, ખરાવડ પ્લોટમાં 65 વર્ષીય વૃદ્ધાનો, ગોકુલાનવાળી શેરીમાં 61 વર્ષીય વૃદ્ધનો, ઋષિરાજ સોસાયટીમાં 75 વર્ષીય વૃદ્ધનો અને સોની બજારમાં રહેતી 47 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધોરાજીમાં એકાએક કેસ વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

બપોર બાદ ધોરાજીમાં 4 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં જમનાવડ રોડ પર અપૂર્વ સ્કુલ પાસે રહેતા 40 વર્ષીય યુવક, કંસાર ચોકમાં રહેતા 49 વર્ષીય આધેડ,  હિરપરાવાડી મોતીનગરમાં રહેતા 50 વર્ષીય આધેડ અને જમનાવડ રોડ પર ગોપી પાનવાળાની સામેની ગલીમાં રહેતા 70 વર્ષીય  વૃદ્ધાનો સમાવેશ થાય છે.

જામકંડોરણામાં એક કેસ પોઝિટિવ નોંધાયો

જામકંડોરણામાં આજે વધુ એક કેસ પોઝિટિવ આવ્યો છે. કન્યા છાત્રાલય પાસે 43 વર્ષીય મહીલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. આમ જામકંડોરણા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 14 કોરોના પોઝિટિવ નોંધાયા છે.

અમરેલી જિલ્લામાં કોરોના 6 કેસ પોઝિટિવ 

અમરેલી જિલ્લામાં આજે કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. અમરેલીના ચક્કરગઢ રોડ પર રામ પાર્ક સોસાયટીમાં એક જ પરિવારના 3 સભ્યનો, સવજીપરામાં 25 વર્ષિય પુરૂષનો, લીલીયાના આંબા 1 અને અમરેલીના વાંકીયામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 92 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 8 લોકોના મોત થઈ ચુક્યા છે.

બોટાદ જિલ્લામાં 2 પોઝિટિવ કેસ આવ્યા 

ઢાંકણીયા ગામે રહેતી 30 વર્ષીય યુવતી અને ઢસા ગામે 48 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો  છે. બંનેની ટ્રાવેલીંગ હિસ્ટ્રી સુરતની હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ધોરાજીમાં કેસ નોંધાયા

રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલે એક સાથે 23 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરના 8 અને જિલ્લાના 15 કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ધોરાજીમાં કેસ સામે આવી રહ્યાં છે. આમ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 315 કેસ પોઝિટિવ નોંધાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments