Tuesday, March 18, 2025
HomeઅમદાવાદBAVDA : ધરજી ગામેથી 18 જુગારી ઝડપાયા, 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

BAVDA : ધરજી ગામેથી 18 જુગારી ઝડપાયા, 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

- Advertisement -

અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે બાવળાના ધરજી ગામે જુગારધામ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 18 જુગારીઓ જૂગાર રમતા ઝડપાયા છે. પોલીસે કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. નળસરોવર પોલીસ મથકે જુગારીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બાવળા તાલુકાના ધરજી ગામે ધમધમતું જુગારધામ પર બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, બાવળા તાલુકાના ધરજી ગામે 18થી વધુ જુગારીઓ ખુલ્લેઆમ જુગાર રમતા હતા, તેવામાં અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે દરોડા પાડતા જુગારીઓમાં ફફડાટ ફેલાવા લાગ્યો હતો. જુગારીઓ પોલીસ પકડથી દૂર રહેવા ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેવામાં અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે જુગાર રમતા 18 શખ્સને ઝડપી પાડ્યા છે.

અમદાવાદ ગ્રામ્ય LCBએ 18 શખ્સને ઝડપીને રૂપિયા 2,10,510 રોકડા, મોબાઈલ, મોટરસાયકલ, કાર, સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે નળસરોવર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular