અમદાવાદ : પોપ્યુલર બિલ્ડર્સનાં 18 લોકરો સીલ, 150 કરોડનાં બિનહિસાબી રોકાણોના મળ્યા પુરાવા

0
16

અમદાવાદમાં જાણીતા બિલ્ડર ગ્રુપ પોપ્યુલર ઉપર આવકવેરા વિભાગ દરોડાની કાર્યવાહી કરી રહી છે. ત્યારે બીજા દિવસે આવકવેરા વિભાગની કાર્યવાહીમાં 100 કરોડથી વધુનાં બિનહિસાબી રોકાણોના પુરાવા મળ્યા છે. ઇન્કમટેક્સ વિભાગે 69 લાખ રોકડા તેમજ 82 લાખના દાગીના અને 18 લોકર જપ્ત કર્યાં છે. બીજા દિવસે ગ્રુપના પરિવારના સભ્યો ઉપરાંત કર્મચારીઓ, અકાઉન્ટન્ટનાં પણ સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યાં હતાં.

મળતી વિગત મુજબ, શહેરની સહકારી અને રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેન્કોમાં આવેલા 18 લોકર સીલ કરવામાં આવ્યા છે. આ લોકર આવતા અઠવાડિયે ખોલીને તેમાં શું પડયું છે તેની વિગતો બહાર કાઢવામાં આવશે. આ સાથે મોટી સંખ્યામાં મોબાઈલ ફોન, પેન ડ્રાઈવ અને કોમ્પ્યુટર પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલ અને તેના પુત્ર જેલમાં હોવાથી તેમના નિવેદન લેવાના બાકી છે. 90 ટકા સ્થળોએ દરોડાની કાર્યવાહી સમેટાઈ ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ગ્રુપે મોટા પ્રમાણમાં કો-ઓપરેટિવ સોસાયટીના નામે જમીનો રાખી બેનામી મિલકત ઊભી કરી હોવાનું મનાય છે. પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલના વિશ્વાસુ ભરત પટેલના ફ્લેટ પરથી દરોડામાં 150 કરોડથી વધુની મિલકતના સોદાના દસ્તાવેજ મળ્યા હતા. આઇટી વિભાગે 96 કંપની અંગે આરોસીમાં તપાસ કરાવતાં પરિવારના સભ્યો સિવાય બોગસ ડાયરેક્ટર હોવાનું ખૂલ્યું હતું.

આ સ્થળ પર IT વિભાગની કાર્યવાહી

 • સાવન ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • દશરથ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • સુદામા ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • ક્રિનેશ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • શાલિમાર ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • શાંતિ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • શાનદાર ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • શીતલ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • શિવા ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • શ્રીપદ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • સરિતા ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • પોપ્યુલર રિયાલિટી
 • પાયોનિયર ઇન્ફ્રા. લિમિટેડ
 • પોપ્યુલર એસ્ટેટ મેનેજમેન્ટ લિમિટેડ
 • પોપ્યુલર ક્લબ્સ એન્ડ રિસોર્ટ્સ લિમિટેડ
 • પોપ્યુલર પાર્ક
 • હર્બલ કુટીર
 • ન્યૂ યોર્ક ટાવર
 • પોપ્યુલર હાઉસ, સિંધુ ભવન રોડ
 • પુષ્પક બંગલોઝ
 • વિનસ વેનેસિયા
 • 18/392 સત્યાગ્રહ છાવણી, સેટેલાઇટ

જણાવી દઇએ, પોપ્યુલર ગ્રુપના માલિક દશરથ પટેલ, વિરેન્દ્ર પટેલ સહીતના સંકળાયેલાઓના નિવાસસ્થાન, કામકાજ સ્થળ સહીત કુલ 25 વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ વિવાદમાં આવ્યા હતા. પોપ્યુલર ગ્રુપના માલિકની પૂત્રવધૂને કોર્ટકેસ બંધ કરવા માટે અઢી કરોડ રોકડા આપ્યા હતા. જે પોલીસે પકડી પાડીને આવકવેરાનુ ધ્યાન દોર્યું હતું. આવકવેરા વિભાગે આ બાબતે તપાસ કર્યા બાદ, ઠેર ઠેર આવકવેરાના દરોડા પાડ્યા છે.

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ પર પુત્રવધૂએ લગાવ્યા હતા ગંભીર આરોપ

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની પુત્રવધૂ ફીઝુએ પતિ મૌનાંગ, સસરા રમણભાઇ, સાસુ મયૂરિકાબહેન વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મારામારી, ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ રમણ પટેલ દ્વારા પુત્રવધુ ફિઝુ અને માતા જાનકી પટેલને સમાધાન માટે બોલાવામાં આવ્યા હતા. જ્યાં બળજબરીપૂર્વક સમાધાનના કાગળો પર સહી કરાવવામાં આવી હતી અને અઢી કરોડ આપવામાં આવ્યા હતા. તેમજ ફિઝુ પટેલ અને જાનકી પટેલનુ અપહરણ કરીને તેઓને ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે સમાધાન માટે બળજબરી કરી હતી. ફિઝુબેન અને જાનકીબેનના આપેલા અઢી કરોડ રૂપિયા જાનકીબેનના બહેન નિમાબેન પાસેથી મળ્યા હતા. નિમાબેન નારણપુરામાં રહે છે. જેમની પાસેથી પોલીસને અઢી કરોડ રૂપિયા મળ્યા હતા.

આવામાં વસ્ત્રાપુર પોલીસે અપહરણ અને ગોંધી રાખવા સહિત બળજબરીનો વધુ કલમનો ઉમેરો કર્યો છે. આ સાથે જ રમણભાઈના ભાઈ દશરથ પટેલ અને ભત્રીજા વિરેન્દ્ર પટેલ અને આલાપ પટેલની મુખ્ય ભૂમિકા પ્રાથમિક તપાસમાં સામે આવી છે. તેથી વસ્ત્રાપુર પોલીસ દશરથ પટેલ અને વીરેન્દ્ર પટેલની પણ પૂછપરછ કરી હતી.

સમાધાન માટે મોકલાવેલા અઢી કરોડને લઇ આવકવેરા હરકતમાં આવી સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે. આજે સવારે બિલ્ડર પોપ્યુલર ગ્રુપ બાદ દશરથ અને વિરેન્દ્ર પટેલના ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સવારે 5:30 વાગ્યાથી IT વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલુ છે. શહેરમાં ઘણા સમય બાદ ફરી IT વિભાગે બિલ્ડોરોને ઝપેટમાં લીધા છે. આઈટી વિભાગ તેમજ પોલીસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશનમાં અંદાજે 25 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદનું પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ વિવાદોમાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here