મહેસાણા : નવા 18 કેસ,37 દર્દી સાજા થયા : ઊંઝાના 80 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત.

0
4

ઊંઝામાં નવામાઢ વિસ્તારમાં રહેતા 80 વર્ષના વૃદ્ધનું કોરોનાને કારણે શ્વાસ લેવામાં ઉભી થયેલી તકલીફ વચ્ચે સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં બુધવારે મૃત્યુ થતાં આરોગ્ય વિભાગે પરિવારના સભ્યોના સેમ્પલ લેવા સહિતની કામગીરી હાથ ધરી હતી. બીજી બાજુ જિલ્લામાં વધુ 18 પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં મહેસાણામાં 4, ઊંઝા-6, વિસનગર-5, વિજાપુર-2 અને કડીમાં 1 કેસનો સમાવેશ થાય છે. તેઓ ક્યાંથી સંક્રમિત થયા અને કેટલા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા તે સંબંધે યાદી બનાવવા તજવીજ કરી હતી. જિલ્લામાં બુધવારે 116 કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલી આપ્યા હતા. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન 37 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા અપાઇ હતી. હજુ 256 દર્દીઓ સારવાર હેઠળ છે.

વિસનગરના 4 મળી 9 વૃદ્ધો કોરોના સંક્રમિત

કોરોના સંક્રમણ થતાં યુવાનોમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ હોવાના કારણે ઝડપી રિકવર થાય છે. પરંતુ વૃદ્ધો ઉંમરની સાથે અન્ય બીમારી ધરાવતા હોઇ તેમને મોટેભાગે શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતી હોવાનું આરોગ્ય વિભાગનું કહેવું છે. ત્યારે વિસનગરમાં કોરોના પોઝિટિવ આવેલા 5 પૈકી 4 દર્દી 60થી વધુ ઉંમરના છે. 18 કેસો પૈકી 9 વૃદ્ધો સંક્રમિત હોઇ દવાખાનામાં આઇસોલેટ કરાયા છે.

કોરોના સંક્રમિતો દર્દીઓ

મહેસાણા :
નાગલપુર રોડ (46)(પુરૂષ)
જુનાપરા (74)(પુરૂષ)
પાંચોટ (ઓજી )(65)(પુરૂષ)
ગોઝારિયા (64)(પુરૂષ)

ઊંઝા :
વિસનગર રોડ (55)(મહિલા)
બહારનો માઢ (40)(મહિલા)
વિસનગર રોડ (38)(મહિલા)
ઊંઝા (48)(મહિલા)
ઊંઝા (57)(પુરૂષ)
ઉમિયાપરૂ (26)(પુરૂષ)

વિસનગર :
મહેસાણા રોડ (64)(પુરૂષ)
મહેસાણા રોડ (84)(મહિલા)
વિસનગર (65)(મહિલા)
એમએન રોડ (64)(પુરૂષ)
રંગાકુઇ (25)(પુરૂષ)

વિજાપુર :
વિજાપુર (36)(પુરૂષ)
સરદારપુર (62)(મહિલા)

કડી : વામજ (60)(મહિલા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here