કોરોના ઈન્ડિયા : 24 કલાકમાં 18 હજાર એક્ટિવ કેસ વધ્યા, આ મહિનામાં સૌથી મોટો વધારો; દેશમાં અત્યાર સુધી કુલ 33.07 લાખ સંક્રમિત

0
4

દેશમાં કોરોનાના કેસ 33 લાખને પાર થઈ ગયા છે. બુધવારે રેકોર્ડ 75 હજાર 995 કેસ નોંધાયા. આ એક દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા 22 ઓગસ્ટે સૌથી વધુ 70 હજાર 67 લોકો સંક્રમિત થયા હતા. છેલ્લા 24 કલાકમાં 56 હજાર 191 દર્દી સાજા થયા અને 1017 લોકોના મોત થયા છે. 24 કલાકમાં એક્ટિવ કેસમાં 18 હજાર 782નો વધારો થયો છે. આ આંકડો આ મહિનામાં સૌથી વધુ છે. આ પહેલા 31 જુલાઈએ 20 હજાર 165 એક્ટિવ કેસ વધ્યા હતા.

મહારાષ્ટ્રમાં પણ 24 કલાકમાં રેકોર્ડ 14 હજાર 888 કેસ નોંધાયા હતા. અહીંયા 7,637 દર્દી સાજા પણ થયા અને 295એ આ બિમારીના કારણે જીવ ગુમાવ્યા છે.

ભારતમાં સંક્રમણની ઝડપ હવે સૌથી વધુ

ભારતમાં દર દિવસે સંક્રમિતોના વધવાની ગતિ દુનિયામાં સૌથી વધુ થઈ છે. બીજા નંબરે અમેરિકા અથવા બ્રાઝિલ હોય છે. ભારતની તુલનામાં આ બન્ને દેશોમાં દરરોજ 20 થી 25 હજાર સંક્રમિત મળી રહ્યા છે. આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો ભારતમાં હવે દર 10 લાખની વસ્તીમાં 27 હજાર 243 લોકોનો કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે. જેમાં 2393 લોકો સંક્રમિત મળી આવે છે. આટલી જ વસ્તીમાં 44 લોકોના મોત થઈ રહ્યા છે.

કોરોના અપડેટ્સ

  • લોકડાઉનમાં બંધ કરવામાં આવેલી છત્તીસગઢની આંતરરાજ્ય સરહદોને ખોલી દેવાઈ છે. હવે એક રાજ્યમાંથી ઓલ ઈન્ડિયા પર્યટક વાળી બસ દોડતી થશે. જો કે, બસ ઓપરેટર, ડ્રાઈવર અને કંડક્ટરે ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. કોરોનાના કારણે ગત મહિને 5 મહિનાથી બસોની અવર જવર ઠપ હતી.
  • ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે જણાવ્યું કે હવે દેશમાં 1000 ઘરેલુ ફ્લાઈટ્સ ઓપરેટ થવા લાગી છે. દરરોજ એક લાખ યાત્રિ સફર કરી રહ્યા છે. માર્ચમાં લોકડાઉન લગાવવાની સાથે જ વિમાનોને બંધ કરી દેવાયા હતા.
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે સ્વીકાર્યું કે, દિલ્હીમાં કેસ વધી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આની સામે પહોંચી વળવા માટે અમે ટેસ્ટ વધારવાનો નિર્ણય કર્યો છે. અમે એક સપ્તાહમાં 40 હજાર ટેસ્ટ પ્રતિદિવસ કરીશું.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 1064 કેસ નોંધાયા છે. આ સતત સાતમો દિવસ હતો, જ્યારે અહીંયા એક હજારથી વધુ દર્દી વધ્યા હતા. આ પહેલા પહેલી વખત 15 ઓગસ્ટે 1019 સંક્રમિત નોંધાયા હતા. અહીંયા બુધવારે 938 દર્દી સાજા થયા, 17 લોકોના મોત થયા અને એક્ટિવ કેસમાં 111નો વધારો થયો. રાજ્યમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા 56 હજાર 864, સાજા થનારની સંખ્યા 43 હજાર 246 અને મૃતકોની સંખ્યા 1282 થઈ ગઈ છે. દરરોજ 20-22 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 12.48 લાખ ટેસ્ટ કરાયા છે.

રાજસ્થાન

છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 1,345 કેસ નોંધાયા છે. હવે સંક્રમિતોનો આંકડો 74 હજાર 670 થઈ ગયો છે. 12 લોકોના મોત પણ થયા છે. જેમાં જયપુરમાં 3, જોધપુર અને બીકાનેરમાં 2-2, અજમેર, બૂંદી, ડુંગરપુર, ઝાલાવાડ અને સીકરમાં 1-1 લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં કોરોનાથી અત્યાર સુધી 992 દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 21.96 લાખથી વધુ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાં કુલ 74 હજાર 670 પોઝિટિવ મળ્યા છે. જેમાં 59 હજાર 579 લોકો રિકવર થઈ ગયા છે. જેમાંથી 58 હજાર 891ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હવે રાજ્યમાં કુલ 14 હજાર 99 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

બિહાર

છેલ્લા 24 કલાકમાં 2,163 નવા સંક્રમિતોની ઓળખ કરાઈ છે. હવે સંક્રમિતોની સંખ્યા વધીને 1 લાખ 26 હજાર 990 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકની અંદર 9 સંક્રમિતોના મોત થયા છે.મૃતકોની સંખ્યા વધીને 653 થઈ ગઈ છે. બિહારમાં હાલ કોરોનાના 19 હજાર 571 એક્ટિવ દર્દી છે.

મહારાષ્ટ્ર

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 888 નવા દર્દી નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોનો આંકડો વધીને 7 લાખ 18 હજાર 711 થઈ ગયો છે. જેમાંથી 5 લાખ 22 હજાર 427 સાજા થી ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 7,637 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. રાજ્યમાં આ બિમારીથી અત્યાર સુધી 23 હજાર 89 દર્દીના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ

છેલ્લા 24 કલાકમાં સંક્રમણના રેકોર્ડ 5898 નવા કેસ નોંધાયા છે. અહીંયા આ અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા દર્દીઓનો સૌથી મોટો આંકડો છે. અત્યાર સુધી 2 લાખ 3 હજાર 28 કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 48 હજાર 562 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 3141 દર્દીઓના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here