અમદાવાદ : 18 ટૂર ઓપરેટરને ત્યાં દરોડામાં રૂ.100 કરોડની કરચોરી પકડાઇ

0
48

અમદાવાદ: તાજેતરમાં શહેરના 18 ટૂર ઓપરેટરોને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં એસજીએસટીની ટીમે અત્યાર સુધીમાં રૂ. 100 કરોડના કરચોરીના વ્યવહારો પકડી પાડ્યા હતા.સૌથી વધારે કોકસ એન્ડ કિંગ, કેશવી ટૂર્સ એન્ડ પ્રા.લી અને રજાક એન્ડ સન્સ દ્વારા કરચોરી કર્યાનું સામે આવ્યું હતું. ક્ષિતિજ ટૂર્સ એન્ડ ટ્રેડ ફેર્સ પ્રા.લી. ના સ્થળોએ દરોડાની કાર્યવાહી હાલમાં પણ ચાલુ રહી છે. જેમાં મોટી કરચોરીના વ્યવહારો મળી આવવાની શકયતા છે. દરોડામાં જીએસટીના અધિકારીઓને હિસાબી ચોપડા, ડિજિટલ ડેટા વગેરે જપ્ત કરવામાં આવ્યા છે.

કરચોરી કરનારા શહેરના ટૂર્સ ઓપરેટરો

પેઢીનું નામ કરચોરી(રૂપિયા કરોડમાં)
કોકસ એન્ડ કિંગ 21.13
કેશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રા.લિ. 20.15
રજાક એન્ડ સન્સ 15.02
એટલાન્ટા વર્લ્ડ ટ્રાવેલ્સ 9.86
અલ મનસુર ટૂર એન્ડ ટ્રાવેલ્સ 5.08
અકબરી ટૂર્સ 4.41
અલ સાહબા હજ ટૂર્સ 3.93
હમજા ટૂર્સ 3.76
ક્ષિતીજ ટૂર્સ એન્ડ ટ્રેડ ફેર્સ 3.5
અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લી. 3.08
ફોજદાર ટ્રાવેલ્સ 2.94
હિના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ 2.1
સી.કે. એસોસિએશન ટ્રાવેલ્સ સર્વિસ 2.07
થોમસ કૂક ઇન્ડિયા પ્રા. 2.02
ફેમિગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લી. 0.88
અલ ઇબ્રાહિમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ 0.34
એ વન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ 0.21
ટોટલ 100.47

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here