Friday, August 6, 2021
Homeદહેગામ : અહમદપુરા કંપામાં રહેતી ૧૪ વર્ષની સગીરા ખોવાઈ જતા દોડધામ :...
Array

દહેગામ : અહમદપુરા કંપામાં રહેતી ૧૪ વર્ષની સગીરા ખોવાઈ જતા દોડધામ : પોલીસ અને સરપંચ સ્વામીની મદદથી માતા- પિતા સાથે મિલન કરાવ્યું.

અહમદપુરાની એક સગીરા રાત્રે રસ્તો ભૂલી જતા ખોવાઈ ગઈ હતી.
પોલીસ અને રમણભાઈ એ રાત્રે 10 વાગે માતા-પિતાની સાથે ભેટો કરાવ્યો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અહમદપુરા ગામે કમ્પામાં રહેતા કમલેશભાઈ ઠાકરના બોલ ઉપર એક મજૂર નામે અર્જુનભાઈની દીકરી નામે સોનલબેન સાંજના સમયે ખેતરમાં ગઈ હતી. અચાનક રસ્તો ભૂલી જતા રાત્રિના સમયે ચાલતાં ચાલતાં રખિયાલ ગામમાં પહોંચી જવા પામી હતી. તેવા સમયે આ ગામના અગ્રણી આગેવાન રમણભાઈ ચૌધરીએ આ દીકરીને જોતા પોલીસને બોલાવીને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ અનુરાગસિંહ અને મહેશભાઈ એ આ દીકરીને વધુ પૂછપરછ કરીને રાત્રે 10:00 વાગે તેમના માતા-પિતાનું મિલન કરાવતા માતા-પિતા માં ખુશી વ્યાપી જવા પામી હતી. માતા પિતા એ પોલીસ અને રમણભાઈ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ,  CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments