18000 ફુટની ઉંચાઈ પર -30 ડિગ્રી તાપમાનમાં જવાનોએ ઝંડો લહેરાવી બતાવ્યો ‘How’s the josh’

0
36

પ્રજાસત્તાક દિવસ પર લદ્દાખમાં 18 હજાર ફિટની ઉંચાઈ પર ભારત તિબ્બત સીમા પોલીસ બળના જવાનોએ માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં તિરંગો લહેરાવ્યો. ITBPના જવાનોએ ટ્વીટર પર ઝંડો લહેરાવી 18 હજાર ફિટની ઉંચાઈ પર ભારત માતાની જયના નારા લગાવ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થયો છે. આ એવો વિસ્તાર છે જ્યાં ચીનના સૈનિકો ઘુણસખોરી કરવા માટે સજ્જ રહેતા હોય છે. આ સમયે ભારતીય જવાનોએ માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં રહીને ઝંડો લહેરાવ્યો હતો અને પોતાનો દેશપ્રેમ બતાવ્યો હતો.

આઈટીબીપી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હિમાલયમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. બીજી તરફ આઈટીબીપીના જવાનો તિરંગો હાથમાં લઈ ઝંડો લહેરાવી પોતાનો જોશ બતાવી રહ્યા છે. હાડ થીજાવી દેતી આ ઠંડીમાં હિમવીરો હાથમાં બંદૂક લઈ તિરંગા સાથે માર્ચ કરી રહ્યા છે. લદ્દાખની આ એ જગ્યા છે જ્યાં તાપમાન માઈનસ 40 ડિગ્રી સુધી ક્યારે પહોંચી જાય કશું કહીં નથી શકાતું. આ જગ્યા પર ઉંચાઈ પણ 9 હજાર ફીટથી લઈને 20 હજાર ફિટ સુધીની હોય છે.

આ વીડિયોમાં જવાનોની વિરતા અને તેમના હોસલાના દર્શન થઈ રહ્યા છે. લોકોએ પણ આ વીડિયોને રિ-ટ્વીટ કરી જવાનોના ખમીરને સલામ કર્યું છે. સાથે જ પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ આપવામાં આવી છે. અહીંના વિસ્તારની વાત કરવામાં આવે તો ઘણા વિસ્તારોમાં રસ્તાઓ જ નથી. ઠંડીના કારણે ત્યાં બરફની ચાદર ફેલાયેલી હોય છે. એવામાં જવાનો માટે સીમામાં ટકી રહેવું એ મોટી મુશ્કેલી છે. પરેશાની એ હોય છે કે કેટલીકવાર 5-6 દિવસ સુધી જવાન પોતાના બેસ કેમ્પ સુધી પણ નથી આવી શકતો.

બર્ફમાં જવાનો ઈગલો બનાવીને રહે છે. જેમાં બર્ફના તોફાનની સામે જવાન પોતાની અને દેશની સુરક્ષા કરે છે. જોકે જવાનો માટે આ પહેલીવાર નથી. ગણતંત્ર દિવસ પહેલા આંતરાષ્ટ્રીય યોગ દિવસ પર પણ આઈટીબીપીના જવાનોએ બર્ફથી ઘેરાયેલા પહાડોમાં યોગા કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

લદ્દાખમાં 18,000 ફૂટની ઉંચાઈ પર આ જવાનોએ યોગ કર્યા હતા. લદ્દાખમાં જ્યાં એક તરફ જનજીવન ઠપ્પ થઈ ગયું છે ત્યારે જવાનો પોતાની કાબેલિયતના બળે આગળ વધી દેશ માટેની પ્રવૃતિ કરી હિંમતને બુલંદ રાખી રહ્યા છે. આ સિવાય આઈટીબીપીના જવાનોએ ઉત્તરાખંડના ચમોલીમાં જિલ્લામાં પણ 9 હજાર ફૂટની ઉંચાઈ પર તિરંગો ઝંડો લહેરાવ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here