18000mAh બેટરીની સાથે SmartPhone લોન્ચ, 50 દિવસ સુધી નહીં કરવો પડે ચાર્જ

0
75

SmartPhone ખરીદતા પહેલા મોટાભાગે આપણે એના ફીચર્સ પર ધ્યાન આપીએ છીએ. આ ઉપરાંત ફોનની બેટરી કેટલા mAh અને બેકઅપ કેટલું આપે થે એના માટે પણ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે મોબાઇલ ખરીદ્યા બાદ પસ્તાવું પડે નહીં. પરંતુ આજે અમે તમને એક એવા ફોન માટે જણાવવા જઇ રહ્યા છીએ, જેમાં 18000 mAhની બેટરી આપવામાં આવી છે, જે ફુલ ચાર્જ કરવા પર 50 દિવસ સુધી ચાલશે. આટલું જ નહીં સતત વીડિયો પણ જુઓ છો તો ફોનની બેટરીનો બેકઅપ 200 કલાક સુધી રહેશે.

વાસ્તવમાં મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019માં Energizer Power Max P18k Pop સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં 12nm મીડિયાટેક હેલિયો P70 ચિપસેટ આપવામાં આવ્યો છે. એમાં 6.2 ઇંચની IPS LCD પેનલ આપવામાં આવી છે અને એમાં 2280*1080 પિક્સલ રેઝોલ્યૂશન આપવામાં આવ્યું છે. એની સ્ક્રીન ટુ બોડી રેશિયો 83.8% છે. એન્ડ્રોઇડ 9 પાઇ પર ફોન કામ કરે છે.

એમાં 18000mAh ની પાવરફુલ બેટરી આપવામાં આવી છે, જે 18 વોટનું ક્વિક ચાર્જિંગ સપોર્ટ કરે છે. એની ખાસિયત એ છે કે આ સ્માર્ટફોનને તમે પાવર બેંકની જેમ પણ ઉપયોગ કરી શકો છો. એટલે કે એની મદદથી તમે બીજાના ડિવાઇસને પણ ચાર્જ કરી શકો છો.

Energizer Power Max P18k Pop  માં 6GB રેમ આપવામાં આવી છે અને ઇન્ટરનલમાં 128 GB સ્ટોરેજ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે બેકમાં ટ્રિપલ કેમેરો આપવામાં આવ્યો છે. એમાં પહેલા 12 મેગાપિક્સલ બીજો 5 મેગાપિક્સલ અને ત્રીજો 2 મેગાપિક્સલનો કેમેરો છે. સેલ્ફી માટે ફ્રંટમાં બે કેમેરો આપવામાં આવ્યો છે. પહેલો 16 મેગાપિક્સલ અને બીજો 2 મેગાપિક્સલનો કેમેરો રહેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here