Thursday, August 5, 2021
No menu items!
Homeગાંધીનગર જિલ્લાની યુવતીને બમણી ઉંમરના પ્રેમીના ત્રાસમાંથી 181ની ટીમે બચાવી લીધી
Array

ગાંધીનગર જિલ્લાની યુવતીને બમણી ઉંમરના પ્રેમીના ત્રાસમાંથી 181ની ટીમે બચાવી લીધી

ગાંધીનગર: ગાંધીનગરના એક ગામમાં પોતાનાથી વધુ ઉંમરના આધેડ સાથે મૈત્રી કરારમાં રહેતી યુવતીને 181ની ગાંધીનગર ટીમે બચાવી છે.મારઝુડ કરતાં વ્યસની પતિથી કંટાળીને 23 વર્ષીય યુવતી 40 વર્ષથી વધુની ઉંમરના પાડોશી સાથે રહેવા લાગી હતી પરંતુ તેની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી ગઈ હતી. ઘટનાની વિગતો પ્રમાણે મૂળ મધ્યપ્રદેશની 23 વર્ષીય અમિતા (બદલેલું નામ)ના લગ્ન ગાંધીનગર નજીકના એક ગામમાં થયા હતા. પરંતુ પતિ અતિશય દારૂ પીતો અને મારપીટ કરતો હતો. જેથી વ્યસની પતિથી કંટાળી અમિતાએ પાડોશમાં પોતાની વધુ ઉંમરના 40 વર્ષીય શખ્સ સાથે મૈત્રી થઈ હતી.

અમિતા 40 વર્ષીય પ્રેમી સાથે મૈત્રીકરાર કરીને અલગ રહેવા લાગી હતી. આ સંબંધથી હાલ તેને 12 મહિનાની પુત્રી છે અને હાલ ગર્ભવતી પણ છે. અમિતા સાથે રહેતો પુરૂષ પરણિત અને ચાર બાળકોને પિતા છે . જોકે,તેની પત્ની બાળકો લઈને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જે બાદ તે અમિત સાથે રહેવા લાગ્યો હતો. પ્રેમી અમિતાને મારતો હતો અને પૈસા કમાવવા માટે તે અમિતાને બીજા સાથે સંબંધ બાધવાનું કહેતો હતો. તે અમિતાને મારતા અને ગામમાં અમિતાને એચઆઈવીની બિમારી છે તેવી વાતો ફેલાવવાની ધમકી આપતો હતો. જેથી ડર અને મજબૂરીમાં અમિતાએ પ્રેમીએ જે પુરૂષ સાથે ઓળખાણ કરાવી તેની સાથે સંબંધ બાધ્યા હતા. જેના પૈસાથી તેણે પ્રેમીને રીક્ષા લાવી આપી હતી. જોકે હવે પ્રેમી અમિતાની દરેક વાતે શંકા અને મારપીટ કરે છે.

ગળુ દબાવી મારી નાખવાનો પ્રયત્ન કર્યો
બે દિવસ પહેલાં જ કપડાં સિલાઈમાં નાખવા ગયેલી અમિતાને ઘરે આવતા મોડું થતા પત્ની મારમાર્યો હતો. એટલેથી ન અટકતા તેણે દુપટ્ટાથી ગળુ દબાવ્યું હતું.જેથી અમિતાએ 181 ગાંધીનગરની ટીમની મદદ લીધી હતી. આ અંગે 181ના કો-ઓર્ડિનેટર ફાલ્ગુનીબેન પટેલે કહ્યું હતું કે, ‘અમિતાને મધ્યપ્રદેશ પાછુ જવું હતું પરંતુ પ્રેમી ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ આપતો ન હતો. જેને પગલે 181ની ગાંધીનગર ટીમે અમિતાને તેના તમામ ડોક્યુમેન્ટ પરત અપાવ્યા હતા. પ્રેમીથી ત્રાસેલી અમિતાએ હવે પોલીસ ફરિયાદ કરવાનું મન પણ બનાવી લીધું છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments