1816 કિલોમીટર ની મુસાફરી કરી આ ક્લાવૃંદે સોમનાથ મહાદેવ ની કરી સંગીત આરાધના.

0
70

કાશીવિશ્વનાથ જ્યોતિર્લિંગ થી કાશીવિશ્વનાથ મહાકાલ ડમરુ મંડળ નામના ક્લવૃંદે 1816 કિલોમીટર નો પ્રવાસ કરી સોમનાથ મહાદેવ ને એમના પ્રિય એવા ડમરુ થી સંગીત આરાધના કરી.

કાશી વિશ્વનાથ મહાકાલ ડમરૂ મંડળ વારણસીના ગૃપ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ એવા  સોમનાથ મહાદેવને ડમરૂ નાદ થી શિવાર્ચન કરવામાં આવેલ. આ મંડળના સભ્યોએ હજારો કિલોમીટર સફર કરીને સોમનાથ મહાદેવ ની સૂરીલી સ્તુતિ કરવા સોમનાથ આવેલ હતા આ ક્લવૃંદે સોમનાથ મંદિર પરિસરમાં નૃત્યમંડપ માં ડમરૂના નાદ થી ભક્તોને મંત્રમુગ્ધ કરેલ હતા.
ડમરુ એ શિવજી નું પ્રિય વાદ્ય છે એ તો સૌ કોઈ જાણે છે પરંતુ આ પ્રાચીન વાદ્ય વગાડવામાં આ ક્લવૃંદે મહારથ હાસિલ કરી છે. એટલુંજ નહિ આ મંડળની વિશેષતા એ પણ છે કે તેમાં આઠ વર્ષથી લઇ ત્રીસ વર્ષ સુધીના સંગીતકાર ડમરૂ વગાડે છે. કાશીવિશ્વનાથ ના આ ડમરું મંડળ ના સૌ કલકરોએ શ્રી સોમનાથ મહાદેવને સુર આરાધના કરી ધન્યતા અનુભવેલ હતી. તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મંડળનું સન્માન પણ કરવામાં આવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here