રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવેલ વાલીઓની આવક વધતા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. RTEના ઇતિહાસમાં અત્યાર સુધી પ્રથમ વખત એક સાથે 182થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. વાલીઓએ કહ્યું કે, સ્કૂલ દ્વારા ગેરકાયદેસર રીતે અમારા ડોક્યુમેન્ટની તપાસ કરાવવામાં આવી છે. જ્યારે એડમિશન લીધુ ત્યારે અમારી આવક ઓછી હતી, જોકે ત્યાર બાદ આવકમાં વધારો થયો હતો, પરંતુ હવે ફરીથી આવક ઘટી છે તેમ છતા એડમિશન રદ કર્યા છે.
વાલીઓએ કહ્યું- આવકની વધઘટનો વિષય સ્કૂલનો નથી, એડમિશન સમયે આવક ઓછી હતી બાદમાં વધી, અમને મોકો આપો