કોરોના ઈન્ડિયા : 24 કલાકમાં 18339 દર્દીઓ વધ્યા; સોલાપુર, જલગાંવનો મૃત્યુદર મુંબઈ, અમદાવાદ, થાણેથી વધુ, દેશમાં 5.67 લાખ કેસ

0
3

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખ 67 હજાર 536 થઈ છે. સોમવારે 18 હજાર 339 નવા દર્દીઓ પ્રકાશમાં આવ્યા અને 13 હજાર 497 લોકો સાજા થયા છે. તમિલનાડુમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં રેકોર્ડ 3949 દર્દીઓ વધ્યા, અહીં સંખ્યા 5માં દિવસે 3500થી વધુ રહી. સૌથી વધુ સંક્રમિતો વાળા રાજ્યોમાં તે બીજા નંબરે આવી ગયું છે. આ આંકડો covid19india.org મુજબ છે. સોમવારે દેશમાં 417 લોકોના મોત થયા હતા.

અહીં સંક્રમણ દેશના નાના જિલ્લાઓમાં પણ વધી રહ્યું છે. કેટલાક જિલ્લાઓમાં મોત 200થી વધુ થયા છે અને મૃત્યુ દર ઝડપથી વધી રહ્યો છે. તેમાં મહારાષ્ટ્રનું સોલાપુર અને જલગાંવ સામેલ છે. અહીં મૃત્યુ દર સૌથી વધુ મૃતકોવાળા જિલ્લા જેવા કે મુંબઈ(4463 મોત), અમદાવાદ(1432 મોત), ઠાણે(871 મોત) અને કોલકતા(372 મોત)થી વધુ છે. સોલાપુરમાં મૃત્યુ દર 9.75 ટકા અને જલગાંવમાં 6.90 ટકા છે. જ્યારે મુંબઈમાં મૃત્યુ દર માત્ર 5.78 ટકા છે, જ્યારે અહીં મોતનો આંકડો સાડા ચાર હજારની નજીક પહોંચી ગયો છે.

તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જુલાઈ સુધી વધ્યુ

તમિલનાડુ સરકારે 31 જુલાઈ સુધી જનરલ લોકડાઉન વધાર્યું છે. ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારમાં 5 જુલાઈ સુધી સખ્ત લોકડાઉન યથાવત રહેશે. જ્યારે સમગ્ર રાજ્યમાં જુલાઈમાં દર રવિવારે સખ્ત લોકડાઉન રહેશે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન 31 જુલાઈ સુધી વધારવામાં આવ્યું છે. આ પહેલા પશ્ચિમ બંગાળ અને ઉતરાખંડમાં લોકડાઉન 31 જુલાઈ સુધી અને મણિપુરમાં 15 જુલાઈ સુધી વધારવામાં આવ્યું છે.

5 રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશઃ અહીં સોમવારે 184 નવા દર્દીઓ પ્રકાશમાં આવ્યા અને 7 લોકોના મોત થયા છે. ભોપાલમાં 24, ઈન્દોરમાં 49, મુરૈનામાં 24 પોઝિટિવ કેસ વધ્યા. રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા વધીને 13 હજાર 370 થઈ છે. તેમાંથી 2607 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 564 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રઃ અહીં સોમવારે 5257 સંક્રમિતો મળ્યા અને 181 લોકોના મોત થયા છે. મંુબઈમાં 1226 કેસ વધ્યા, અહીં અત્યાર સુધીમાં 76 હજાર 765 દર્દીઓ થયા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 69 હજાર 883 થઈ છે. તેમાંથી 73 હજાર 298 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 7610 લોકોના મોત થયા છે.

ઉતરપ્રદેશઃ અહીં સોમવારે 681 નવા દર્દીઓ પ્રકાશમાં આવ્યા અને 12 લોકોના મોત થયા છે. ગૌતમબુદ્ધનગર (નોઈડા) માં 57, ગાજિયાબાદમાં 70 અને લખનઉમાં 23 પોઝિટિવ કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 22 હજાર 828 થઈ છે. તેમાંથી 6650 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 672 લોકોના મોત થયા છે.

રાજસ્થાનઃ અહીં સોમવારે 389 નવા દર્દીઓ પ્રકાશમાં આવ્યા અને 6નો મોત થયા છે. જયપુરમાં 30, જોધપુરમાં 54 અન ધૌલપુરમાં 58 પોઝિટિવ કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 17 હજાર 660 થઈ છે. તેમાંથી 3334 એક્ટિવ કેસ છે. કોરાનાથી અત્યાર સુધીમાં 405 લોકોના મોત થયા છે.

બિહારઃ અહીં સોમવારે 394 સંક્રમિત મળ્યા અને એકનું મોત થયું છે. પટનામાં 109, નવાદામાં 28 અને પૂર્વી ચંપારણમાં 33 કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 9 હજાર 618 થઈ છે, તેમાંથી 2181 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે.