સુરત : સરકારી આવાસમાં મકાનની લાલચમાં 19 લોકોએ 6.65 લાખ ગુમાવ્યા, મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

0
0

સુરતમાં સરકારી આવાસમાં મકાન અપાવવાની લાલચ આપી 19 લોકો પાસેથી 6.65 લાખ પડાવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. મહિલા સહિત ત્રણ વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે. એક મહિના બાદ ડ્રોમાં મકાન મળી જશે તેવો વાયદો કર્યો હતો. પરંતુ મકાન મળ્યું ન હતું.

ફોર્મદીઠ કમિશન પેટે 35 હજાર નક્કી કરાયા હતા

અમરોલી-કોસાડ આવાસમાં રહેતા શ્રમજીવી લીલાબેન મનજીભાઇ પટણી (ઉ.વ. 46) અને તેમના મોટા ભાઇ વિનોદ પટણીને સહિત 24 જણાએ માર્ચ 2017માં સરકારી આવાસમાં મકાન અપાવવા માટે કમિશન એજન્ટ તરીકેનું કામ કરતા સંજય રવજી સોલંકીનો સંર્પક કર્યો હતો. સંજયે ફોર્મદીઠ કમિશન પેટે 35 હજાર નક્કી કરી તેના પરિચીત કંચનબેન રાજુ ગોહિલ અને રમેશ ભગવાન ચૌહાણ પાસે ફોર્મ ભરાવી કમિશનની રકમ આપી દેવા જણાવ્યું હતું. જેથી 24 પૈકી 19 જણાએ કંચન અને રમેશ પાસે ફોર્મ ભરાવી આધારકાર્ડની ઝેરોક્ષ આપી હતી.

વાયદા પર વાયદા કરવાનું ચાલુ કર્યું હતું

કંચને આ તમામ ફોર્મ કતારગામ ઝોન ઓફિસમાં ભર્યા બાદ તેની રસીદ પણ બતાવી હતી. એક મહિના બાદ ડ્રોમાં મકાન મળી જશે તેવો વાયદો કર્યો હતો. પરંતુ મકાન મળ્યું ન હતું. જેથી તમામે સંજયનો સંર્પક કર્યો હતો. પરંતુ સંજયે વાયદા પર વાયદા કરવાનું ચાલુ કર્યુ હતું અને ત્યારબાદ ત્રણ મહિનામાં તમામને કમિશનની રકમ પરત આપવાનું લખાણ કરી આપ્યું હતું. જો કે ત્યાર બાદ સંજયે ફોન બંધ કરી દેતા આ ત્રણેય વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here