Thursday, August 5, 2021
No menu items!
Home190 કરોડથી 15 એકરમાં તૈયાર થશે ટર્મિનલ, 300 ફુટ ઉંચા સ્મારક પર...
Array

190 કરોડથી 15 એકરમાં તૈયાર થશે ટર્મિનલ, 300 ફુટ ઉંચા સ્મારક પર લહેરાશે ત્રિરંગો

ગુરદાસપુરઃ ભારત સરકારે શનિવારે કરતારપુર કોરિડોર માટે આલીશાન યાત્રી ટર્નિલ બનાવવાની મંજૂરી આપી છે. આ ટર્મિનલ ગુરદાસપુર જિલ્લાના ડેરાબાબા નાનકમાં બનશે. 190 કરોડ રૂપિયાની કિંમતથી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ સુધી કોરિડોર બનાવવામાં આવશે. પહેલા તબક્કામાં આ 15 કરોડમાં બનશે. જેમાં 5000 સંગતનો રોકાવવાની વ્યવસ્થા હશે. 300 ફુટ ઉંચા સ્મારક પર ત્રિરંગો ફરકાવવામાં આવશે.

ટર્મિનલમાં યાત્રિકો માટે તમામ આધુનિક સુવિધાઓ હશે. જેને બે તબક્કામાં વિકસિત કરવામાં આવશે. એમએચએ અધિકારીઓએ કહ્યું કે ડિઝાઈન અને ગુણવત્તાના માપદંડોને ગુરુ નાનક દેવના અનુયાયીઓની આકાંક્ષાઓ અને ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. નવેમ્બર 2019માં ગુરુ નાનક દેવની 550મી જયંતિથી પહેલાં તેને પૂર્ણ કરવામાં આવશે.

બે તબક્કામાં પૂર્ણ થશેઃ 21,560 ચોરસ મીટર છે બિલ્ટ અપ ક્ષેત્ર

પહેલો તબક્કો

21,650 ચોરસ મીટરનો બિલ્ટ અપ ક્ષેત્ર પૂરી રીતે એર કન્ડિશનર હશે. રોજ લગભગ 5000 સગતની સુચારુ રીતે આવનજાવન અને રોકાવવાની વ્યવસ્થા હશે. પરિસરમાં ક્લોકરૂમ અને પાર્કિગ સ્થાન માટે ખુલ્લાં ક્ષેત્ર હશે.

બીજો તબક્કો

એક આગંતુક ગેલેરી, એક હોસ્પિટલ, તીર્થયાત્રિઓ માટે રહેવાની સુવિધાનો વિકાસ થશે.

ડેરાબાબા નાનક સાથે જોડાયેલાં ગામોનો પણ વિકાસ થશે
નવેમ્બર 2018માં પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનકથી કરતારપુર કોરિડોરને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી વિકસિત કરવા માટે કેબિનેટની મંજૂરી મળી છે. એક અધિકારીએ જણાવ્યું કે પહેલા ચરણમાં 15 એકરને વિકસિત કરાશે. જે માટે ભૂમિ અધિગ્રહણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ડેરાબાબા નાનક સાથેના 13 ગામોને પણ ઓથોરિટી ડેવલપ કરશે. ગામ રામદાસથી ગુરદાસપુર અને ગુરદાસપુરથી હરુઆ સુધી આ ગામોને ડેરાબાબા નાનક મ્યુન્સિપલ કાઉન્સિલ સાથે ભેળવવામાં આવશે.
5 ગામ ઓથોરિટીમાં થઈ ગયા છે મર્જ, તેના પર 1500 કરોડ ખર્ચ થશે
13 ગામોમાંથી પાંચ ગામને મર્જ કરવામાં આવ્યાં છે. ગામોના ડેવલપ કરવા માટે ઓથોરિટી તરફથી 1500 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. જેમાં 10 કરોડ રૂપિયા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આપ્યાં છે. બાકીની રકમ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ડેરાબાબ નાનકથી કરતારપુર કોરિડોર બનાવવા અને તેના ડેવલપમેન્ટ માટે ડેરાબાબા નાનક ડેવલપમેન્ટ ઓથોરિટીની પણ રચના કરવામાં આવી છે. આ ઓથોરિટીએ પણ તેજીથી કામ શરૂ કરી દીધું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments