Sunday, February 16, 2025
Home1983 વર્લ્ડ કપના 36 વર્ષ / કપિલના 175 રને ટીમનું મનોબળ વધાર્યું,...
Array

1983 વર્લ્ડ કપના 36 વર્ષ / કપિલના 175 રને ટીમનું મનોબળ વધાર્યું, ફાઈનલમાં તેમનો એક કેચ વેસ્ટઈન્ડિઝ પર ભારે પડ્યો

- Advertisement -
  • 1983ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ 6 ગ્રૂપ મેચમાંથી 4 જીતી, ઓસ્ટ્રેલિયા-વેસ્ટઈન્ડિઝથી 1-1 મેચ હારી હતી
  • સતત બે હાર પછી ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમતી વખતે કપિલ દેવે 175 રન બનાવ્યા હતા
  • કપિલ દેવે ફાઈનલ મેચમાં મદનલાલની બોલિંગ પર વિવ રિચડર્સનો કેચ પકડ્યો હતો

 ટીમ ઈન્ડિયાએ આજના જ દિવસે 36 વર્ષ પહેલાં પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. 25 જૂન 1983ના રોજ ઈંગ્લેન્ડના લોર્ડસના મેદાન પર ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ફાઈનલ મેચ થઈ હતી. તેમાં ભારતનો 43 રને વિજય થયો હતો. વર્લ્ડ કપના ત્રીજા એડિશનમાં કુલ 27 મેચ થઈ હતી. ભારતે 8 મેચ રમી હતી અને 2 જીતી હતા. ટીમની આ વર્લ્ડકપમાં પણ સરળ એટલી સરળ નહતી. કારણકે તે સમયે ભારતની પ્રથમ બે મેચ વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટઈન્ડિઝ સામે હતી. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં 6 ગ્રૂપ મેચમાંથી 2 મેચ હારી ચૂકી હતી. જો તે વધુ એક મેચ હારી જતી તો ટીમનું ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવાનું જોખમ વધી જતું હતું. ત્રીજી મેચમાં કેપ્ટન કપિલ દેવે 175 રન કરીને ટીમ ઈન્ડિયાનું મનોબળ દ્રઢ કર્યું હતું. ત્યાર પછી ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલમાં તેમની જગ્યા નક્કી કરી હતી.

1983ની વર્લ્ડકપની જીતના ટર્નિંગ પોઈન્ટ

ઝિમ્બાબ્વે સામે રમતી વખતે ભારતે 17 રનની અંદર 5 વિકેટ ગુમાવી દીધી હતી. જો આ મેચમાં કપિલ દેવ 175 રનનો સ્કોર ન કરતાં અને ટીમ મેચ હારી જતી તો તે ટીમ ઈન્ડિયાની સતત ત્રીજી હાર હોત. તેનાથી ટીમ ઈન્ડિયાનું મનોબળ ટૂટી જતું. ઝિમ્બાબ્વે પછી તેમની બીજી ટક્કર ઓસ્ટ્રેલિયા સાથે હતી. ઓસ્ટ્રેલિયાથી ટીમ ઈન્ડિયા પહેલાં જ એક મેચ હારી ચૂકી હતી. ઝિમ્બાબ્વે સામે જીતની અસર ઓસ્ટ્રેલિયા સામે પણ જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયા સામે જીતીને જ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ અને પછી ફાઈનલમાં પહોંચ્યું હતું.

ગ્રૂપ મેચની છઠ્ઠી મેચ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરીને 248 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે આ સ્કોર બહુ મોટો નહતો. કારણકે આ પહેલાં થયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 162 રનથી હરાવ્યું હતું. પરંતુ બીજી મેચમાં ભારતના બે બોલર્સ- રોજર બિન્ની અને મદનલાલની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ ટકી શકી નહતી. બંને બોલર્સે આ મેચમાં 4-4 વિકેટ લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સેમી ફાઈનલમાં પહોંચી ગઈ હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામે ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા માત્ર 183 રન બનાવી શકી હતી, જે ફાઈનલ પ્રમાણે ખૂબ ઓછો સ્કોર છે. આ મેચમાં લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટઈન્ડિઝ ટીમની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી પરંતુ ત્યારપછી વિવિયન રિચર્ડસે ગેમ સંભાળી હતી. રિચર્ડસે આક્રમક રીતે બેટિંગ કરી હતી. તેઓ 7 ચોક્કા લગાવી ચૂક્યા હતા. પરંતુ ત્યારપછી મદનલાલના બોલ પર રિચર્ડસે મિડ વિકેટ તરફ શોર્ટ માર્યો હતો. પરંતુ મિડ ઓન તરફ ઉભા રહેલા કપિલે દેવે ખૂબ દોડીને કેચ કર્યો હતો. ફાઈનલ મેચનો આ કેચ હતો જેણે ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે.

1983ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર

1. પહેલી મેચ: 9-10 જૂન 1983, ભારત v/s વેસ્ટઈન્ડિઝ, મેનચેસ્ટર

ભારતની ઈનિંગ: વેસ્ટઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ટીમે 21 રને તેમની પહેલી વિકેટ ગુમાવી દીધી. ત્યારપછી 46 રન પર બીજી અને 76 રને ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. 5માં નંબરે બેટિંગ કરવા યશપાલ શર્મા આવ્યા. યશપાલે 120 બોલમાં 89 રન બનાવ્યા હતા. તેમના રનના કારણે ભારત 60 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 262 રન કરી શક્યું હતું.

ટીમ ઈન્ડિયાનો સ્કોર: 262/8

વેસ્ટઈન્ડિઝની ઈનિંગ: બે વાર વર્લ્ડ ચેમ્પિયન રહેલી વેસ્ટઈન્ડિઝની ટીમે 49 રનમાં પહેલી વિકેટ ગુમાવી હતી. એન્ડ્રયૂ રોબર્ટ્સ અને જોએલ ગાર્નરે સૌથી વધારે 37-37 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે રવિ શાસ્ત્રી અને રોજર બિન્નીએ 3-3 વિકેટ લીધી હતી. વેસ્ટઈન્ડિઝની ટીમે તેમની પહેલી મેચમાં 54.1 ઓવરમાં 228 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં તેમની પહેલી મેચ 34 રને જીતી હતી.

વેસ્ટઈન્ડિઝનો સ્કોર: 228 (54.1)

2. બીજી મેચ: 11 જૂન 1983, ભારત v/s ઝિમ્બાબ્વે, લીસેસ્ટર

ઝિમ્બાબ્વેની ઈનિંગ: ટોસ હારીને પહેલાં બેટિંગનો નિર્ણય કરીને ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલર્સ સામે ટકી નહતી શકી. ટીમનો એક પણ ખેલાડી 22 કરતા વધારે રન બનાવી શક્યો નહતો. ઝિમ્બાબ્વેએ 13 રનમાં જ તેમની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી અને આખી ટીમ 51.4 ઓવરમાં 155 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી મદનલાલે સૌથી વધારે 3 વિકેટ લીધી હતી.

ઝિમ્બાબ્વેનો સ્કોર: 155 (51.4)

ભારતની ઈનિંગ: નાના લક્ષ્યાંકને પહોંચીવળવા ઉતરેલી ભારતની ટીમે તેમની પહેલી વિકેટ 13 રને જ ગુમાવી દીધી હતી. જ્યારે બીજી વિકેચ 32 રને ગુમાવી હતી. ત્યારપછી મોહિંદર અમરનાથ અને સંદીપ પાટિલે પાર્ટનરશીપ સંભાળી હતી. આ મેચમાં મોહિંદર અમરનાથે 44 અને સંદિપ પાટિલે 50 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 37.3 ઓવરમાં 5 વિકેટથી આ મેચ જીતી હતી.

ટીમ ઈન્ડિયાનો સ્કોર: 157/5 (37.3)

3. ત્રીજી મેચ: 13 જૂન 1983, ભારત v/s ઓસ્ટ્રેલિયા, નોટિંઘમ

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ: ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે તેમની પહેલી વિકેટ માત્ર 11 રનમાં ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારપછી ટ્રેવર ચેપલે 110 રન બનાવ્યા હતા. તેમાં તેમનો સાથ કેપ્ટન કિમ હ્યૂજે આપ્યો હતો. તેમણે 52 રન બનાવ્યા હતા. આ બંનેએ બીજી વિકેટ માટે 144 રનની પાર્ટનરશિપ કરી હતી. આ બંને સિવાય ગ્રાહમ યેલપના 66 રનના કારણે ઓસ્ટ્રેલિયા 60 ઓવરમાં 320 રન બનાવી શકી હતી.

ઓસ્ટ્રેલિયાનો સ્કોર : 320/9 (60)

ભારતની ઈનિંગ: 321 રન કરવા માટે રમવા ઉતરેલી ભારતીય ટીમે થોડી ઓવર સંભાળીને રમ્યુ હતું. પરંતુ 38 રને પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી ટીમ ઈન્ડિયાની સતત વિકેટ પડી હતી. ટીમ ઈન્ડિયાએ 100 રનમાં તો 6 વિકેટ ગુમાવી દીધીહતી અને 37.5 ઓરમાં 158 રન બનાવીને ઓલ આઉટ થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 162 રને જીતી હતી. આ વર્લ્ડ કપમાં આ ટીમ ઈન્ડિયાની પહેલી હાર હતી.

ટીમ ઈન્ડિયાનો સ્કોર: 158 (37.5)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular