દિગ્ગજ ઓલરાઉન્ડર્સની સરખામણી : 1983ના વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવે કહ્યું- હું ઇયાન બોથમ, ઇમરાન ખાન અને રિચાર્ડ હેડલી કરતા સારો એથલીટ હતો

0
7

પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ઇયાન બોથમ, પાકિસ્તાનના ઇમરાન ખાન અને ન્યૂઝીલેન્ડના રિચાર્ડ હેડલી વિશે વાત કરી છે. કપિલે કહ્યું કે તે પોતે આ ત્રણેય કરતા વધુ સારા ખેલાડી હતા. તે જ સમયે, તેમણે બોથમને ચારેયમાં સૌથી સારા ઓલરાઉન્ડર ગણાવ્યા હતા.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને મહિલા ટીમના વર્તમાન મુખ્ય કોચ ડબલ્યુ વી.રમને કપિલ સાથે ઓનલાઇન ચેટ કરી હતી. આ દરમિયાન કપિલે કહ્યું, ‘ઇયાન બોથમ સાચા ઓલરાઉન્ડર હતા. તે કોઈ પણ સંજોગોમાં મેચ જીતાડી શકતા હતા. હું કહેવા માંગતો નથી કે હેડલી શ્રેષ્ઠ બેટ્સમેન હતા.”

ઇમરાનમાં લીડરશિપની શાનદાર ક્વોલિટી હતી

  • કપિલે કહ્યું, “બોથમ તેની બેટિંગ અને બોલિંગથી વિરોધી ટીમને ઘણું નુકસાન પહોંચાડતા હતા.
  • ઇમરાનમાં લીડરશિપની શાનદાર ક્વોલિટી હતી. તેમણે પાકિસ્તાન ટીમને સારી રીતે સંભાળી હતી અને તેમની સામે ઘણી પડકારો હતા.”

હેડલી ચારેયમાં સૌથી શ્રેષ્ઠ બોલર

  • તેમણે કહ્યું, હેડલી ચારેયમાં સૌથી શ્રેષ્ઠ બોલર હતા. તેઓ કમ્પ્યુટર જેવા હતા. હું એમ નહીં કહું કે ઇમરાન સર્વશ્રેષ્ઠ એથલીટ હતા, પરંતુ તે ખૂબ મહેનત કરતા હતા. તેઓ જાતે જ શીખ્યા પછી અહીં પહોંચ્યા છે.
  • હું એમ નથી કહેતો કે હું મહાન છું, પરંતુ ચારેયમાં હું બેસ્ટ એથલીટ હતો.
  • કપિલે પોતાની કપ્તાનીમાં 1983માં ભારતને પહેલીવાર વર્લ્ડ કપ જીતાડયો હતો.
  • તેમણે 131 ટેસ્ટમાં 5248 રન બનાવ્યા અને 434 વિકેટ લીધી હતી. તેમજ 225 વનડેમાં 3783 રન કર્યા અને 253 વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here