2 આરોપીઓ 5 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા, શૈલેષ ભટ્ટ હજી ફરાર

0
16

સુરત: શૈલેષ ભટ્ટને આવરી લેતાં બીટકોઇન કૌભાંડમાં સંડોવાયેલા આરોપી કિરીટ વાળા અને જીગ્નેશ ખેનીને શુક્રવારે ચીફ કોર્ટ સમક્ષ રિમાન્ડ અર્થે રજૂ કરાયા હતા, જ્યાં દલીલો બાદ કોર્ટે બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકાર પક્ષે દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓ પાસેથી રૂ. 5.24 કરોડનો હિસાબ મેળવવાનો છે ઉપરાંત અપહરણ વખતે વાપરવામાં આવેલી રિવોલ્વર પણ કબજે કરવાની છે. નોંધનીય છે કે આ કેસનો મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ હજી ફરાર છે.

બીટકોઇનમાં રોકાણ બાદ રૂપિયા ડૂબી જતાં દેખાતા આરોપી શૈલેષ ભટ્ટે પિયુષ સાવલીયા અને ધવલ માવાણીનું અપહરણ કર્યું હતુ અને તેની પાસેથી 14.50 કરોડની કિંમતના 2258 બીટકોઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ કેસમાં સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં જીગ્નેશ ખેની અને કિરીટવાળાને પણ આરોપી બતાવવામાં આવ્યા હતા. ધરપકડ ટાળવા માટે બંને દ્વારા આગોતરા અરજી કરાઇ હતી જે નામંજૂર થયા બાદ બંને હાજર ન રહેતા કોર્ટ દ્વારા સીઆરપીસી-70 મુજબનું વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. 16મી જાન્યુઆરીએ બંને આરોપીઓએ કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here