Saturday, September 25, 2021
Home2 કલાક પહેલા જ ભાજપમાંથી કૉંગ્રેસમા આવેલા નેતાને રાહુલ ગાંધીએ ટિકિટ આપી
Array

2 કલાક પહેલા જ ભાજપમાંથી કૉંગ્રેસમા આવેલા નેતાને રાહુલ ગાંધીએ ટિકિટ આપી

શુક્રવારે કોંગ્રેસે પાંચ ઉમેદવારની યાદી જાહેર કરી. એમાં અશોક દોહરે ઉત્તર પ્રદેશના ઇટાવાથી ટિકિટ મળી છે. 2 કલાક પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ અશોક દોહરે કોંગ્રેસમાં જોડાયા હતા.

નારાજગીની વાતો મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પણ ખબર હતી

આ પહેલા દલિત નેતા અશોક દોહરે યુપી સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી નારાજ ચાલી રહ્યા હતા. એક વખત યુપીના રોબર્ટસગંજથી ભાજપના સાંસદ રહેલા છોટેલાલે પીએમ નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી યોગી આદિત્યનાથની ફરિયાદ કરી હતી. એ પછી ઈટાવાના દલિત સાંસદ અશોક દોહરેએ પણ સરકારથી નારાજ ચાલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી. જે પછી પક્ષના નેતાઓમાં મનદુખ હોવાની વાત સામે આવી ગઈ હતી. ત્યારે આજે લોકસભા ચૂંટણી પહેલા અશોક દોહરે કોંગ્રેસમાં જોડાતા ભાજપ સરકાર ઉંઘતી ઝડપાય છે કારણ કે મુખ્યમંત્રી અને વડાપ્રધાન આમ બંનેને ખ્યાલ હતો કે અશોક દોહરે નારાજ ચાલી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના તેઓ ભૂતપૂર્વ કર્મચારી રહી ચૂક્યા છે. સરકારી સેવાથી રાજીનામું આપ્યા બાદ 2004માં અજીતમાલ વિધાનસભા માટે તેઓ પેટા ચૂંટણી લડ્યા હતા. 2007માં વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. એ સિવાય ઉત્તર પ્રદેશની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પણ કામ કર્યું હતું.

ગુજરાત કૉંગ્રેસે કંઈક આવા કારનામાં કર્યાં

રાફેલ ડીલ કૌભાંડ સહિતના મામલે કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરતી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે પીએમ મોદીના કરપ્શનનું લીસ્ટ જાહેર કરતી વેબસાઈટ લોન્ચ કરી છે. કોંગ્રેસે કરપ્ટ મોદી.કોમ નામે વેબસાઈટ લોન્ચ કરી છે. આ સાઈટ પર અંગ્રેજી આલ્ફાબેટ અક્ષર એથી ઝેડ સુધીનું લિસ્ટ મુકાયુ છે. અને નાગરિકો જે નામથી કરપ્શનની વિગતો જોવા માંગતા હોય તે અક્ષર પર ક્લિક કરતા તેની વિગતો સામે આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments