Sunday, November 28, 2021
Home2 કલાક સુધી ઈડીએ વાડ્રાની પૂછપરછ કરી, હવે જયપુરમાં હાજર થવું પડશે
Array

2 કલાક સુધી ઈડીએ વાડ્રાની પૂછપરછ કરી, હવે જયપુરમાં હાજર થવું પડશે

નવી દિલ્હી: રોબર્ટ વાડ્રાને આજે સવારે 10.30 વાગે ઈડી ઓફિસ પહોંચવાનું હતું પરંતુ તેઓ 11.25 વાગે ઈડી ઓફિસ પહોંચ્યા હતા. બીજા દિવસે રોબર્ટ વાડ્રાની 2 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હવે ઈડીએ રોબર્ટ વાડ્રાને જયપુરમાં રજૂ થવાનું કહ્યું હતું. વાડ્રાએ ઈડીની જયપુર ઓફિસમાં 12 ફેબ્રુઆરીએ હાજર થવાનું છે.

બુધવારે સાંજે ચાર વાગે પણ રોબર્ટ વાડ્રા ઈડીની ઓફિસ પહોંચ્યા હતા. ત્યારે પ્રિયંકા પણ તેમની સાથે હતા. રાતે અંદાજે 10 વાગે વાડ્રાની પહેલાં દિવસની પૂછપરછ પૂરી થઈ હતી. ઈડી ઓફિસર્સે 6 કલાકમાં અંદાજે 42 પ્રશ્નો વાડ્રાને પૂછ્યા હતા. ઓફિસર્સે વિદેશોમાં બેનામી સંપત્તિ વિશે બુધવારે વાડ્રાની પૂછપરછ કરી હતી.

ઈડી ઓફિસ: 7 ઓફિસરે વકીલની હાજરીમાં પૂછ્યા સવાલ: ઈડીના સાત ઓફિસરે વાડ્રાની તેમના વકીલની હાજરીમાં લંડનમાં જમીન-બંગ્લોના ખરીદ-વેચાણ વિશે સવાલ પૂછ્યા હતા. ઈડીએ 42 સવાલ તૈયાર કર્યા હતા. ઓફિસર્સ સવાલોના લેખિતમાં જવાબ ઈચ્છતા હતા પરંતુ વાડ્રાએ અમુક સવાલોના જવાબ લેખિતમાં આપવાની ના પાડી દીધી હતી.

વાડ્રાએ લંડનના બંગલાના માલિક અરોરાની ઓળખ કરી: કેસ લંડનની 12 બ્રાયંસ્ટન સ્ક્વેરમાં 19 કરોડની પ્રોપર્ટીની ખરીદી સાથે જોડાયેલો છે. ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે, ભાગેડુ હથિયારના વેપારી સંજય ભંડારી વિરુદ્ધની તપાસમાં મનોજ અરોરાનું નામ સામે આવ્યું હતું. આ પ્રોપર્ટી ભંડારીએ અરોરાને વેચી હતી. ઈડીનો દાવો છે કે, તેનો અસલી માલિક વાડ્રા જ છે.

ઈડીએ વાડ્રાને પૂછ્યા આ ખાસ સવાલ: ઈડી: તમે મનોજ અને ભંડારીને ઓળખો છો?
વાડ્રા: અરોરા મારો કર્મચારી હતો, હવે નથી. હું ભંડારીને નથી ઓળખતો.

ઈડી: અરોરાના ઈમેલ આઈડીથી તમારા ઈમેલ આઈડી પર પ્રોપર્ટીની ડિટેલ સહિત પૈસાની લેણ-દણે સુધીની વાત થઈ હતી? તમારા આઈડીથી સતત કોમ્યુનિકેશન થયુ છે?
વાડ્રા: ના, મેં કોઈ ઈમેલ નથી કર્યો

ઈડી: શું તમારા બિઝનેસ રિલેશન ભંડારીના કઝીન ભાઈ શિખર ચઢ્ઢા સાથે હતા?
વાડ્રા: ના

ઈડી: શું લંડનની પ્રોપર્ટી તમારી છે? આ સિવાય પણ ત્યાં બીજી કોઈ સંપત્તિ છે?
વાડ્રા: મારી પાસે લંડનમાં કોઈ પ્રોપર્ટી જ નથી.

ચૂંટણી પહેલાં ઈડીની આ કાર્યવાહીનો અર્થ દરેક લોકો સમજે છે: પ્રિયંકા: રોબર્ટ વાડ્રા સાથેની પૂછપરછ વિશે પ્રિયંકાએ કહ્યું કે, ઈડી ઓફિસ સુધી જઈને હું માત્ર એ જ દર્શાવવા માંગતી હતી કે, હું દરેક સમયે તેમની સાથે જ છું. લોકો બધુ જ સમજે છે કે ચૂંટણી પહેલાં આ બધુ કેમ થઈ રહ્યું છે અને કોણ કરી રહ્યું છે.

વાડ્રાએ કોર્ટમાં અરજી કરી હતી: કોર્ટે વાડ્રાને 16 ફેબ્રુઆરી સુધી ધરપકડમાંથી રાહત આપી હતી અને કહ્યું હતું કે, વાડ્રાએ 6 ફેબ્રુઆરી સુધીમાં ઈડીની સામે હાજર રહેવું પડશે. આ પહેલાં કોર્ટે વાડ્રાના સહયોગી મનોજ અરોરાની પણ ધરપકડ ઉપર પણ 6 ફેબ્રુઆરી સુધીની રોક લગાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments