દિલ્હીમાં રિક્ટર સ્કેલ પર 2.2 ની તીવ્રતા ભુકંપનો આંચકો અનુભવાયો,

0
8

દિલ્હીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા માત્ર 2.2 હતી. આને કારણે ઘણા ઓછા લોકોને આ સમજાયું. છેલ્લા કેટલાક દિવસોમાં દેશની રાજધાનીમાં ભૂકંપના આંચકા અનેક વખત અનુભવાયા છે. જો કે, હજી સુધી કોઈ જાન-માલના નુકસાનની જાણ થઈ નથી.

આ પહેલા 10 મે ના રોજ બપોરે 1.45 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર-પૂર્વ દિલ્હી ના વજીરપુર નજીક સપાટી થી પાંચ કિલોમીટરની ઊંડાઇએ સ્થિત હતું.

આ પહેલા 12 અને 13 એપ્રિલે દિલ્હીમાં આંચકા અનુભવાયા હતા. 12 એપ્રિલના ભૂકંપની તીવ્રતા 3.5 હતી, જ્યારે 13 એપ્રિલના રોજ આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 હતી. બંને વખતે ભૂકંપનું કેન્દ્ર દિલ્હી હતું. જણાવીએ તો , પાંચ સિસ્મિક ઝોનમાંથી, દિલ્હી ચોથા ક્ષેત્રમાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here