Friday, March 29, 2024
Homeઅમદાવાદમાં 2.5 ઈંચ વરસાદ, આ જગ્યાએ નદી જેવો માહોલ સર્જાયો
Array

અમદાવાદમાં 2.5 ઈંચ વરસાદ, આ જગ્યાએ નદી જેવો માહોલ સર્જાયો

- Advertisement -
  • ( રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ )
  • અમદાવાદ, તા. 9 ઓગસ્ટ 2020
  • અમદાવાદમાં પણ રાતભર ધીમીધારે વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
  • અમદાવાદ (Ahmadabad) માં શનિવારે જોરદાર વરસાદી માહોલ જામ્યો હતો.
  • તથા રવિવારની વહેલી સવાર સુધી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.
  • અમદાવાદ શહેરમાં શનિવારે સાંજે 5 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ચાર કલાક સુધી ભારે વરસાદ વરસ્યો હતો.
  • આ કારણે અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
  • જો કે, સરસપુર અને ચમનપુરા વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાતાં તંત્રની કામગીરી પર અનેક સવાલો પણ ઉઠ્યા છે.

  • વરસાદને કારણે અમદાવાદ (Ahmadabad) ના સરસપુરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
  • તેમજ શારદાબેન હોસ્પિટલ આસપાસ નદી જેવો માહોલ જોવા મળ્યો હતો.
  • આ ઉપરાંત સરસપરની શાળા નં.-26 પાસે પણ વરસાદી પાણી ભરાયા હતા.
  • તથા ચમનપુરા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
  • જો કે, વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ઓસર્યા ન હતા.
  • જેને કારણે AMC ની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
  • જો કે, અમદાવાદ (Ahmadabad) માં શહેરમાં શનિવારે દિવસભરના ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદી માહોલ જામતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
  • છેલ્લા બે દિવસથી વાદળો છવાતા હતા પણ વરસાદ ન પડતાં લોકો નિરાશ થતાં હતા
  • પરંતુ આજે લાંબા સમય બાદ સારો વરસાદ પડતાં શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.
  • તો શનિવારે સાંજે ૫ થી ૯ વાગ્યા દરમિયાન વિવિધ વિસ્તારોમાં અડધોથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
  • અમદાવાદ શહેરના ઉસ્માનપુરામાં ૧૩ મીમી, ચાંદખેડામાં ૭.૫૦ મીમી, રાણીપમાં ૮ મીમી, બોડકદેવમાં ૧૧.૫૦ મીમી અને ગોતામાં ૧૭.૫૦ મીમી વરસાદ પડયો હતો.
  • તો દુધેશ્વરમાં ૧૮.૫૦ મીમી, નરોડામાં ૧૯ મીમી, કોતરપુરમાં ૧૬.૫૦ મીમી અને વટવામાં ૧૮ મીમી વરસાદ પડયો હતો.
  • તેમજ વરસાદના કારણે કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
  • શહેરના પૂર્વ વિસ્તારોમાં ૬ વાગ્યા પછી વરસાદ પડયો હતો અને ત્રણ કલાકમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular