કોરોના વિશ્વમાં : વિશ્વમાં અત્યાર સુધીમાં 2.51 કરોડ કેસ : ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડમાંથી લોકડાઉન હટાવ્યું PM જેસિંડાએ કહ્યું- અમારી સિસ્ટમ સારી છે, કારણ કે અમારા લોકો સમજદાર છે.

0
0

વિશ્વમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 51 લાખ 63 હજાર 150 કેસ નોંધાયા છે. જેમા 1 કરોડ 75 લાખ 6 હજાર 54 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 8 લાખ 46 હજાર 734 લોકોના મોત થયા છે. આ આંકડાં www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે.ન્યૂઝીલેન્ડે રવિવારથી ઓકલેન્ડમાંથી લોકડાઉન હટાવી લીધું છે. અહીં બીજીવાર કેસ નોંધાયા પછી 17 ઓગસ્ટના રોજ લોકડાઉન લગાવાયું હતું.

છેલ્લા 24 કલાકમાં ઓકલેન્ડમાં માત્ર બે નવા કેસ નોંધાયા છે. પ્રધાનમંત્રી જેસિંડા આર્ડને મહામારી દરમિયાન લગાવાયેલા કડક લોકડાઉનનું પાલન કરવા બદલ લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અમારી સિસ્ટમ સારી છે, કારણ કે અમારા લોકો સમજદાર છે. ઓકલેન્ડમાં ઘરની બહાર નિકળતી વેળાએ માસ્ક પહેરવું ફરજીયાત છે. હાલે દેશમાં 136 દર્દીઓ છે, તેમાંથી માત્ર 10 જ હોસ્પિટલમાં દાખલ છે.

આ 10 દેશમાં કોરોનાની વધારે અસર છે

દેશ કેસ મોત સાજા થયા
અમેરિકા 61,39,078 1,86,855 34,08,799
બ્રાઝીલ 38,46,965 1,20,498 30,06,812
ભારત 35,39,712 63,657 27,12,520
રશિયા 9,85,346 17,025 8,04,383
પેરુ 6,39,435 28,607 4,46,675
દ. આફ્રિકા 6,22,551 13,981 5,36,694
કોલંબિયા 5,99,914 19,064 4,40,574
મેક્સિકો 5,91,712 63,819 4,09,127
સ્પેન 4,55,621 29,011 ઉપલબ્ધ નથી
ચીલી 4,08,009 11,181 3,81,183

 

બ્રાઝીલમાં મોતનો આંકડો 1.20 લાખને પાર

બ્રાઝીલમાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ 24 કલાકમાં 41 હજાર 350 નવા કેસ નોંધાયા છે અને 758 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં મોતનો આંકડો 1 લાખ 20 હજાર 262 થઈ ગયો છે.

જર્મનીમાં સંસદ સામે પ્રદર્શન

જર્મનીમાં શનિવારે સંસદ સામે લોકોએ સરકારની વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું. લોકો પ્રતિબંધોને હટાવવાની માંગ કરી રહ્યા છે. ઘણા લોકોએ સુરક્ષા કર્મચારીઓ ઉપર પથ્થરમારો કર્યો. ત્યાર પછી 200 લોકોની ધરપકડ કરાઈ. દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 42 હજાર 825 કેસ નોંધાયા છે અને 9363 લોકોના મોત થયા છે.

થાયલેન્ડમાં તમાકુમાંથી વેક્સીન તૈયાર કરાઈ

થાયલેન્ડની ચુલાલોંગકોર્ન યુનિવર્સિટીએ તમાકુના પાંદડા સાથે વાઈરસના DNAને મેળવીને વેક્સીન તૈયાર કરી છે. થાઈ રેડ ક્રોસ ઈમેજિંગ ફન્ફેક્શિયસ ડિસિસ હેલ્થ સાયન્સ સેન્ટરના પ્રમુખ ડો. તિરાવટ હેમાશુદાએ જણાવ્યું હતું કે હાલ ઉંદર અને વાંદરા ઉપર ટેસ્ટ કરાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here