Wednesday, September 22, 2021
Home2.52 લાખ કરોડ રૂ.ના શૅર લઇને મેકેન્ઝી ચોથી સૌથી ધનવાન મહિલા બની,
Array

2.52 લાખ કરોડ રૂ.ના શૅર લઇને મેકેન્ઝી ચોથી સૌથી ધનવાન મહિલા બની,

વોશિંગ્ટનઃ એમેઝોનના સીઇઓ જેફ બેજોસના ડિવોર્સની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. આ સાથે જ મેકેન્ઝી (બેજોસની પૂર્વ પત્ની) વિશ્વની ચોથી સૌથી ધનવાન મહિલા બની ગઇ છે, તેના ભાગમાં એમેઝોનના 4 ટકા શૅર આવ્યા છે. જેની વેલ્યૂ 36.5 અબજ ડોલર (2.52 લાખ કરોડ રૂપિયા) છે. સંયુક્ત શૅર્સમાંથી મેકેન્ઝીને હિસ્સો આપ્યા બાદ પણ જેફ બેજોસ 114 અબજ ડોલર (7.87 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થ સાથે વિશ્વના સૌથી મોટાં ધનવાર બની ગયા છે.

લોરિયલ ગ્રૂપની ફ્રેંકોઇસ મીયર્સ વિશ્વની સૌથી અમીર મહિલા

વિશ્વની 3 સૌથી અમીર મહિલાઓ

નામ ગ્રૂપ નેટવર્થ (અબજ ડોલર)
ફ્રેંકોઇસ મીયર્સ લોરિયલ, ફ્રાન્સ 53.7
એલાઇસ વોલ્ટન વોલમાર્ટ, યુએસ 44.2
જેકલિન માર્સ માર્સ, યુએસ 37.1
મેકેન્ઝીએ પોતાના હિસ્સાના વોટિંગ રાઇટ બેજોસને આપ્યા
ડિવોર્સ માટેના એગ્રીમેન્ટ અનુસાર, મેકેન્ઝી સંયુક્ત શૅર્સમાંથી 75 ટકા બેજોસને આપવા અને 25 ટકા પોતાની પાસે રાખવા માટે રાજી થઇ. બંનેની પાસે એમેઝોનના 16 ટકા શૅર હતા. તેમાંથી 4 ટકા હવે મેકેન્ઝી પાસે છે. જો કે, મેકેન્ઝીએ પોતાના હિસ્સાના શૅર્સના વોટિંગ રાઇટ્સ બેજોસને આપ્યા છે. બેજોસના ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટ અને સ્પેસ કંપની બ્લૂ ઓરિજિનમાં પણ તેણે કોઇ ભાગીદારી નથી માંગી.
મેકેન્ઝી એમેઝોનની ત્રીજી મોટી શૅર હોલ્ડર
મેકેન્ઝીની પાસે 4 ટકા શૅર્સ આવ્યા બાદ જેફ બેજોસની પાસે એમેઝોનના 12 ટકા શૅર્સ રહી ગયા છે. તેઓ એમેઝોનના સૌથી મોટાં શૅરધારક છે. બીજા નંબરે ઇન્વેસ્ટમેન્ટ ગ્રુન વેનગાર્ડ છે. મેકેન્ઝી ત્રીજી સૌથી મોટી શૅર હોલ્ડર બની ગઇ છે.
મેકેન્ઝી 50 શૅર લે તો બેજોસ અમીર ના હોત
જેફ બેજોસ અને મેકેન્ઝીએ આ વર્ષે જાન્યુઆરીમાં ડિવોર્સની જાહેરાત કરી હતી. તે સમયે ક્યાસ લગાવવામાં આવ્યા કે, મેકેન્ઝી વિશ્વની સૌથી અમીર મહિલા બની શકે છે. વોશિંગ્ટન કાયદા અનુસાર, લગ્ન બાદ એકઠી થયેલી સંપત્તિ ડિવોર્સ સમયે પતિ-પત્નીમાં સરખા ભાગે વહેંચવામાં આવે છે. આવું થાય છે તો જેફ બેજોસ વિશ્વના અમીરોના લિસ્ટમાં પેહલા નંબરેથી હટીને ચોથા નંબરે આવી જતા. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સમાં માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ (નેટવર્થ 102 અબજ ડોલર) બીજાં નંબરે છે.
26 વર્ષ પહેલાં જોબ ઇન્ટરવ્યુમાં મળ્યા હતા
મેકેન્ઝી નોવેલિસ્ટ છે અને તેઓએ ધ ટેસ્ટિંગ ઓફ લૂથર અલબ્રાઇટ અને ટ્રેપ્સ સહિત અનેક પુસ્તકો લખ્યા છે. વર્ષે 1992માં જોબ ઇન્ટરવ્યુ દરમિયાન જેફ બેજોસ સાથે તેની પહેલી મુલાકાત થઇ હતી. તે હેજ ફંડ કંપનીની ડી ઇ શોમાં ઇન્ટરવ્યુ માટે ગઇ હતી. જેફ બેજોસે જ તેનો ઇન્ટરવ્યુ લીધો હતો.
એમેઝોનની સફળતામાં મેકેન્ઝીની મહત્વની ભૂમિકા
વર્ષ 1993માં જેફ અને મેકેન્ઝીના લગ્ન થયા હતા. તે સમયે બંને હેજ ફંડ કંપની ડી ઇ શોમાં કામ કરતા હતા. લગ્નના આગામી વર્ષે એટલે કે, 1994માં જેફ બેજોસે એમેઝોનની શરૂઆત કરી. એમેઝોન પહેલાં કોન્ટ્રાક્ટ માટે મેકેન્ઝીએ જ ડીલ કરી હતી. ગેરેજથી શરૂ થયેલી એમેઝોન આજે વિશ્વની ટોપ-3 કંપનીઓમાં સામેલ છે. કંપનીની માર્કેટ કેપ 893 અબજ ડોલર છે.
જેફના પૂર્વ ટીવી એન્કર લોરેન સાથે સંબંધો
જેફ બેજોસ અને મેકેન્ઝીના ડિવોર્સની જાહેરાતના એક દિવસ બાદ અમેરિકન મેગેઝીન ધ ઇન્ક્વાયરે ખુલાસો કર્યો હતો કે, બેજોસના ડિવોર્સ લેવાનું કારણ પૂર્વ ટીવી એન્કર લોરેન સેન્ચેઝ છે. બેજોસ અને સેન્ચેઝ રિલેશનશિપમાં છે. મેગેઝીને બંનેની પર્સનલ તસવીરો અને મેસેજ સાર્વજનિક કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, બેજોસ સેન્ચેઝને અશ્લીલ મેસેજ અને તસવીરો મોકલે છે. બેજોસે તેની તપાસ કરાવી કે તેના મેસેજ લીક કેવી રીતે થયા. થોડાં દિવસો અગાઉ તપાસ ટીમે જણાવ્યું કે, બેજોસના ફોન હેક થયો હતો, તેમાં સાઉદી અરેબિયાનો હાથ હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments