Friday, April 19, 2024
Homeકોરોના વર્લ્ડમાં : અત્યારસુધીમાં 2.91 કરોડ કેસ : વિશ્વમાં એક જ દિવસમાં...
Array

કોરોના વર્લ્ડમાં : અત્યારસુધીમાં 2.91 કરોડ કેસ : વિશ્વમાં એક જ દિવસમાં રેકોર્ડ 3 લાખથી વધુ કેસ, ઇઝરાયેલે દેશમાં બીજી વખત 3 સપ્તાહ માટે લોકડાઉન લાગુ કર્યું.

- Advertisement -

કોરોના વાઇરસથી વિશ્વમાં અત્યારસુધીમાં 2 કરોડ 91 લાખ 80 હજાર 905 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 9 લાખ 28 હજાર 265 લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે સારી વાત એ છે કે 2 કરોડ 10 લાખ 26 હજાર 766 લોકો સાજા થઈ ચૂક્યા છે. આ આંકડો worldometers.info/coronavirus/માંથી લેવામાં આવ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં એક દિવસમાં રેકોર્ડ 3 લાખ 7 હજાર 930 કોરોના મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. સૌથી વધુ મામલાઓ ભારતમાં પ્રકાશમાં આવ્યા છે. બીજા નંબરે અમેરિકા અને ત્રીજા નંબરે બ્રાઝિલ રહ્યાં. અગાઉ 6 સપ્ટેમ્બરે સૌથી વધુ મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. એ દિવસે સંક્રમિતોનો આંકડો 3 લાખ 6 હજાર 857 રહ્યો હતો.

ઈઝરાયેલના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહુએ રવિવારે બીજી વખત ત્રણ સપ્તાહ માટે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. આ લોકડાઉન શુક્રવારથી લાગુ થશે. એની સાથે જ ઈઝરાયેલ દેશમાં બીજી વખત લોકડાઉન લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. દેશમાં વધતા મામલાને જોતાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન લોકોએ ઘરથી 500 મીટરના અંતરે જ રહેવું પડશે. જોકે તેઓ સીમિત સમય માટે કામે જઈ શકશે.

આ 10 દેશમાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ સંક્રમિત મોત સાજા થયા
અમેરિકા 66,98,525 1,98,308 39,74,949
ભારત 48,45,003 79,754 37,77,044
બ્રાઝિલ 43,30,455 1,31,663 35,73,958
રશિયા 10,62,811 18,578 8,76,225
પેરુ 7,29,619 30,710 5,66,796
કોલંબિયા 7,16,319 22,924 5,99,385
મેક્સિકો 6,68,381 70,821 4,71,623
સાઉથ આફ્રિકા 6,49,793 15,447 5,77,906
સ્પેન 5,76,697 29,747 ઉપલબ્ધ નથી
અર્જેન્ટીના 5,46,481 11,263 4,09,771

 

ઓસ્ટ્રેલિયાઃ હોટસ્પોટવાળા વિસ્તારમાં દેખાવ

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રવિવારે લોકોએ હોટસ્પોટવાળા વિસ્તારમાં સરકારની વિરુદ્ધ દેખાવો કર્યા હતા. લોકો સંક્રમણ રોકવા માટે સરકાર તરફથી કરવામાં આવી રહેલાં કામોથી નારાજ હતા. દેખાવકારોએ પોલીસ પર ફળ અને શાકભાજી ફેંક્યાં હતાં. પોલીસે મહામારી સાથે જોડાયેલા નિયમોને તોડવા માટે 74 લોકોની ધરપકડ કરી છે અને 176 લોકોને દંડ ફટકાર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે દેખાવમાં લગભગ 250 લોકો સામેલ હતા.

સાઉદી અરબઃ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સને મંજૂરી

સાઉદી અરબે મંગળવારે ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી છે. લગભગ 6 મહિના પછી દેશમાં કેટલાક દેશોની ફ્લાઇટ્સને આવવાની મંજૂરી આપવામાં આવશે. 1 જાન્યુઆરી પછી સાઉદી અરબ રસ્તાઓ અને સમુદ્રના રસ્તે દેશમાં લોકોની અવરજવર પર લાગેલા પ્રતિબંધનો હટાવી દેશે. સરકારે કહ્યું હતું કે એની તારીખની જાહેરાત ડિસેમ્બરમાં કરવામાં આવશે. એની સાથે જ વેલિડ વિઝા ધરાવનાર બીજા દેશોના લોકો પણ સાઉદી આવી શકે છે, જોકે આ માટે તેમણે સંક્રમિત નથી એ અંગેનું સર્ટિફિકેટ બતાડવું પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular