Wednesday, September 28, 2022
Homeગુજરાતમધ્યપ્રદેશના ધાર જિલ્લામાં SDM પર હુમલાની ઘટનાના 2 આરોપીઓ અમરેલીમાંથી ઝડપાયા

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં SDM પર હુમલાની ઘટનાના 2 આરોપીઓ અમરેલીમાંથી ઝડપાયા

- Advertisement -

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં SDM ઉપર હુમલાની ઘટનાના 2 આરોપીઓ અમરેલીમાંથી ઝડપાયા હતા. અમરેલીના નાના માસિયાળા અને સાગરડેરી વચ્ચે કાટ વિસ્તારમાં છુપાયા હોવાની બાતમી મળતા જ અમરેલીની SOGએ દબોચી લીધા હતા.

મધ્યપ્રદેશના આરોપીઓ અમરેલીમાં છુપાયા હોવાની માહતી મળતા સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચના પી.આઈ. એસ.એમ.સોની, પી.એસ.આઈ. વી.એસ.પોપટ સહિત ટીમ સાથે નાના માચિયાળા અને સાગર ડેરી વચ્ચે આવેલા કાટ વિસ્તારમાં છુપાયેલા બે શખ્સોને દબોચી લીધા હતા. આ આરોપીઓ મધ્યપ્રદેશના જાબુવા જિલ્લાના રાણપુર તાલુકાના દંડીયા ગામના મહેશ દિલીપ મોર અને કીડીયા ઈડા મોરદંડીયા હોવાનું સામે આવ્યું છે. આ આરોપીઓએ ધાર જિલ્લાના કુક્ષી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ ફરજમાં રુકાવટ, હત્યાનો પ્રયાસ સહિતના ગંભીર ગુના આચરેલા હોવાનું ખુલ્યું હતું. આ ઘટના બાદ મધ્યપ્રદેશની ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓને સોંપી દેવાયા છે.

ગત તારીખ 13ના ધારના SDM અધિકારી ઉપર હુમલાની ઘટના બની હતી. જે ત્યાં હાઇપ્રોફાઇલ કેસ બન્યો હતો. આ ઘટનામાં અલગ અલગ આરોપીઓ હતા. જેમાંથી બે આરોપી અમરેલી માંથી ઝડપાયા છે. આરોપીઓ દ્વારા હવામાં ફાયરિંગ પણ ત્યાં કર્યુ હતું. ઘટનાના ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. આ ઘટનામાં દારૂના ટ્રક પકડવા મામલે દારૂ માફિયાઓ દ્વારા આ હુમલાની ઘટનાને અંજામ આપ્યાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular