વડોદરા : રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા 2 ઝડપાયા, એક વોન્ટેડ

0
13

વડોદરા શહેરની PCB પોલીસે સંગમ ચાર રસ્તા પાસે દરોડો પાડી IPL ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા બે શખ્સને ઝડપી પાડ્યા હતા અને એક શખસને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પોલીસે બાતમીને આધારે રેડ પાડતા સટ્ટો ઝડપાયો
વડોદરા શહેરની PCB પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, સંગમ ચાર રસ્તા પાસે આવેલા ગુંજન એપાર્ટમેન્ટ નીચે જાફર રંગવાલા નામનો વ્યક્તિ રાજસ્થાન રોયલ્સ તેમજ કિંગ્સ ઇલેવન પંજાબની ક્રિકેટ મેચ પર ગ્રાહકો પાસેથી ઓનલાઇન સેશનનો જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે PCB પોલીસની ટીમે દરોડો પાડી જાફર અબ્દુલ હુસેન રંગવાલા (રહે, અમીન ચેમ્બર, મદાર માર્કેટ, પાણીગેટ, વડોદરા) અને અલીઅબ્બાસ યાહિયા ભાઈ ટેલર(રહે, સૈફી મહોલ્લો, બુરાની મંજિલ બીજોમાળ, ગેંડીગેટ રોડ, વડોદરા) ને ઝડપી પાડ્યા હતા અને બંને પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનમાં ચેક કરતા ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમવાની આઇડી મળી આવી હતી.

ક્રિકેટ મેચના સટ્ટાનું કટીંગ કરતા શખ્સને વોન્ટેડ કરાયો
અંગજડતી દરમિયાન રોકડા 11,330 રૂપિયા, બે મોબાઇલ ફોન તથા એક ટુ-વ્હીલર વાહન સહિત 1,18,330 રૂપિયાની મત્તા કારેલીબાગ પોલીસે કબજે કરી હતી અને બંને શખ્સોની જુગારધારા હેઠળ ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ક્રિકેટ મેચના સટ્ટાનું કટીંગ રજાક શેખ(રહે, મચ્છીપીઠ, કારેલીબાગ ) કરતો હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મેચ પર સટ્ટો રમાડતા 3 ઝડપાયા હતા
5 દિવસ પહેલા જ PCBની ટીમે મહાબલીપુરમ એપાર્ટમેન્ટની જી-134 મુસ્કાન કલેક્શન ટેઇલર્સ નામની દુકાન બહાર IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહેલા મુનાફ હબીબ મેમણ(રહે, જી-134, મહાબલીપુરમ, તાંદલજા) અને કુસઇ ફઝલઅબ્બાસ રામપુરવાળા (રહે. 11, આસીમ બંગલોઝ, તાહીરા પાર્ક, તાંદલજા) અને સદામહુશેન સાદીકઅલી સૈયદ (રહે. એ-40, નુરઝા પાર્ક, તાંદલજા) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે ભાવેશ બિપીનભાઇ વ્યાસ (રહે. વીસનગર) અને કરણ (રહે. અમદાવાદ)ને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા. અને રોકડ 17,170 રૂપિયા, 3 મોબાઇલ ફોન અને હિસાબની સ્લિપો સહિત રૂપિયા 37,170 મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here