વડોદરા : સાવલીમાં આંગણવાડીના બાળકો-ગર્ભવતી મહિલાઓને અપાતી ખાદ્ય સામગ્રીના શંકાસ્પદ જથ્થા સાથે 2 ઝડપાયા.

0
12

રાજ્ય સરકાર તરફથી આંગણવાડીમાં આવતા બાળકો તથા ગર્ભવતી મહિલાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે. આવા જ ફોર્ટિફાઇડ બ્લેન્ડેડ કોમ્પોઝીટ ફૂડનો જથ્થો ટેમ્પોમાં લઈને જતા બે વ્યક્તિને સાવલી પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. સાવલી પોલીસે બંને વ્યક્તિની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોષણક્ષમ ખાદ્યસામગ્રીના શંકાસ્પદ જથ્થો ઝડપાયો

વડોદરા જિલ્લાના સાવલીમાં આંગણવાડીમાં બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓ તેમજ કન્યાઓને શારીરિક રીતે મજબૂત કરવાના આશયથી રાજ્ય સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવાનો પોષણક્ષમ ખાદ્યસામગ્રીના શંકાસ્પદ જથ્થા ભરેલા ટેમ્પો સાથે બે વ્યક્તિને સાવલી પોલીસે ઝડપી પાડ્યા હતા. ગુજરાત રાજ્ય સંચાલિત બાળવિકાસ સેવા યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓ, બાળકો અને કન્યાઓને વિતરણ કરવામાં આવતો ફોર્ટિફાઇડ બ્લેન્ડેડ કમ્પોઝિટ ફૂડનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે. જે જથ્થામાં રાજ્ય સરકાર દ્વારા બાલશક્તિના નામે તેમજ પૂર્ણ શક્તિના નામે તેમજ માતૃશક્તિના ફૂડ પેકેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

 

94,700ના મુદ્દામાલ સાથે બેની અટકાયત

હાલ આ શંકાસ્પદ જથ્થાને સાવલી પોલીસે 41/1ડી મુજબ સીઝ કરવામાં આવ્યો હતો. સાવલી પોલીસે કુલ વિવિધ માર્કાના 590 પેકેટ રૂપિયા 29,700 તેમજ થ્રી વ્હીલ ટેમ્પો રૂપિયા 65,000 મળીને કુલ રૂપિયા 94,700ના મુદ્દામાલ સાથે બેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here