J&Kમાં નાર્કો-ટેરર રેકેટ : આતંકીઓના 2 સહયોગીની ધરપકડ, 65 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત; 2 પિસ્તોલ અને 4 ગ્રેનેડ પણ મળ્યા

0
6

કુપવાડા. જમ્મુ કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં આર્મી અને પોલીસે નાર્કો-ટેરર રેકેટનો ઘટસ્ફોટ કર્યો છે. 2 લોકોની ધરપકડ કરીને તેમની પાસેથી 13.5 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની કિંમત 65 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેમની પાસેથી 2 પિસ્તોલ અને 4 ગ્રેનેડ પણ મળ્યા છે. આ રેકેટ દ્વારા આતંકીઓને હથિયાર સપ્લાઈ અને આર્થિક મદદ પહોંચાડવામાં આવી રહી હતી.

2 સપ્તાહ પહેલા આતંકીઓના 3 સહયોગીઓ ઝડપાયા હતા 

આ પહેલા 11 જૂને હંદવાડા પોલીસે પણ પાકિસ્તાનથી ચાલી રહેલા નાર્કો-ટેરર રેકેટનો ઘટસ્ફોટ કરીને આતંકીઓના 3 સહયોગીની ધરપકડ કરી હતી. તેમની પાસે 100કરોડ રૂપિયાનું હેરોઈન અને 1.34 કરોડ રૂપિયા કેશ મળ્યા હતા. આ લોકો પાકિસ્તાનથી આતંકી પ્રવૃત્તિ વાળા રેકેટના સંપર્કમાં હતા. આ રેકેટ દ્વારા લશ્કરના આતંકીઓની આર્થિક રીતે મદદ કરવામાં આવતી હતી.