વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાંથી સોનાની 2 ચેઇન લૂંટી ગઠીયો ફરાર

0
13

વડોદરા: કારેલીબાગ વિસ્તારના આનંદનગર ખાતે કુંદન જ્વેલર્સમાંથી ધોળે દિવસે ગઠિયાએ 60,000 રૂપિયાની કિંમતની સોનાની 2 ચેઇન લૂંટ કરી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આનંદનગર ખાતે ગણપતભાઇ ધરમચંદ શાહની કુંદન જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. શુક્રવારે એક યુવાન દુકાનમાં સોનાની ચેઇન ખરીદવી છે તેમ કહીને આવ્યો હતો. સોનાની ચેન જોયા બાદ પેલી ચાંદીની વસ્તુ બતાવો એમ કહેતા દુકાન માલિક ચાંદીની વસ્તુ લેવા જતાં ગઠિયો સોનાની 2 ચેઇન લઈને પલાયન થવાનો પ્રયાસ કર્યો હતો. દુકાન માલિકે ગઠિયાની સ્કૂટર પાછળથી પકડી હતી પણ ગઠિયો દુકાન માલિકને ચકમો ફરાર થઈ ગયો હતો. ગઠિયાએ દુકાનમાંથી 60 હજારની કિંમતની 13 ગ્રામની સોનાની 2 ચેનની લૂંટ ચલાવી હતી.

દુકાન માલિકે આ ઘટના અંગેની જાણ કરતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્વેલર્સની દૂકાનમાં સીસીટીવી ન હોવાથી અન્ય દુકાનોના સીસીટીવીના મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here