દેશમાં કોરોનાથી પ્રથમ વખત એક દિવસમાં 2 મોત: મુંબઈમાં 63 અને પટનામાં 38 વર્ષના દર્દીએ જીવ ગુમાવ્યો; અત્યાર સુધીમાં 6 મોત

0
4

નેશનલ ડેસ્કઃ રવિવારે કોરોના વાયરસના સંક્રમણથી પિડિત વધુ એક વ્યક્તિનું મોત થયું છે. શનિવારે રાત્રે મુંબઈના કસ્તુરબા હોસ્પિટલમાં 64 વર્ષના એક વૃદ્ધનું કોરોના સંક્રમણને લીધે મૃત્યુ નીપજ્યું હતું. તેમને કોરોના સંક્રમણ લાગુ થયું હોવાની પુષ્ટિ થયા બાદ સારવાર ચાલી રહી હતી. આ ઉપરાંત તેઓ ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગથી પણ પીડિત હતા. આ સાથે દેશમાં કોરોના સંક્રમણને લીધે મૃત્યુઆંક 5 થયો છે જ્યારે મહારાષ્ટ્રમાં આ બીજું મોત છે. અત્યાર સુધીમાં કર્ણાટકના કલબુર્ગી, દિલ્હી અને પંજાબના નવાશહરમાં પણ કોરોના સંક્રમણને લીધે મૃત્યુ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં બુલઢાણામાં પણ એક બિમાર વૃદ્ધે આખરી દમ લીધો હતો. જોકે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાથી મૃત્યુ અન્ય કારણથી થયું હોવાનું જણાયું હતું. દરમિયાન, છેલ્લાં ચોવીશ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના વધુ 10 નવા કેસ નોંધાયા છે. જે પૈકી 6 મુંબઈમાં અને 4 પુણેમાં છે.

આઈસોલેશનમાં રખાયેલા દર્દીના ડાબા હાથ પર સિક્કો મરાયો

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જ જાય છે. અત્યાર સુધીમાં અહીં 64 દર્દીઓમાં કોરોના સંક્રમણની ખાતરી થઈ ચૂકી છે. જેમનો રાજ્યની અલગ અલગ હોસ્પિટલ્સમાં ઈલાજ ચાલી રહ્યો છે. રાજ્યની તમામ શાળા, કોલેજ, જીમ, સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવ્યા છે. ખાનગી ટ્યુશન ક્લાસિસ પણ બંધ છે તેમજ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. તમામ પ્રકારના ધાર્મિક કે સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકાયો છે. રાજ્યના કેટલાંય મંદિરો શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવાયા છે. હાઈકોર્ટ અને અન્ય જિલ્લા અદાલતોમાં ફક્ત 2 કલાક જ કામ ચાલુ છે. પુણેમાં સૌથી વધુ અસર જોવા મળી છે. અહીંના શનિવારવાડાને પણ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાયો છે. મહારાષ્ટ્રમાં આઈસોલેશન પર રખાયેલા દર્દીઓની ઓળખ સ્પષ્ટ બને એ માટે તેમના ડાબા હાથ પર ભૂંસી ન શકાય એવી શાહીથી ક્વોરેન્ટાઈન અને આઈસોલેશનની તારીખ સાથેની મ્હોર લગાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here