વ્યારા : ઓવરટેકિંગમાં પિકઅપે મોપેડને અડફેટે લેતાં 2 મહિલા તાલીમાર્થી પોલીસકર્મીનાં મોત.

0
13

વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે મોપેડ પર સવાર બે મહિલા પોલીસ કર્મીને પિકઅપચાલકે અડફેટે લેતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. બનાવ અંગે જાણ થતાં કાકરાપાર પીએસઆઇ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ચીખલવાવ ગામે ગામીત ફળિયામાં રહેતી સ્મિતાબેન હરીશભાઇ ગામીત અને વ્યારા તાલુકાના સરકૂવા ગામે રહેતી રિતિકાબેન ભૂપેન્દ્રભાઈ ગામીત થોડા મહિના પહેલાં ગુજરાત પોલીસમાં ભરતી થયા હતા. તેમની પસંદગી સુરત શહેર માટે થઈ હતી. આ બંને પોલીસ કર્મીઓની તાપી જિલ્લામાં ઇ ગુજકોપની ટ્રેનિંગ માટે કાકરાપાર પોસ્ટમાં કામગીરી કરતાં હતાં.

આજરોજ સ્મિતા ગામીત અને રિતિકા ગામીત મોપેડ નંબર (GJ -26 L8914) ઘરેથી નીકળી ગુજકોપની ટ્રેનિંગ માટે કાકરાપાર પોસ્ટ જવા નીકળ્યા હતા. તે દરમિયાન વ્યારા કાકરાપાર રોડ પર ચાપાવાડી ગામની સીમમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે ઊંચા માળાથી આવતી પિકઅપ નં (GJ 26 T 1894) ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી મહિલા પોલીસકર્મીની એક્ટિવા સાથે અથડાવી અકસ્માત કર્યો હતો. જે અકસ્માતમાં સ્મિતાબેન ગામીત ઉંમર (27)ને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતાં.

પાછળ બેઠેલા રિતિકાબેનને ગંભીર ઇજા પહોંચતાં પ્રાથમિક સારવાર વ્યારા બાદ સુરત ખાતે લઈ જવાયાં હતાં ત્યાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે કાકરાપાર પોસ્ટને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફરાર થયેલા પિકઅપચાલકની શોધખોળ હાથ ધરી હતી.

બને યુવતીની સુરત શહેરમાં ફરજ માટે પસંદગી થઈ હતી

વ્યારા તાલુકાના અલગ અલગ ગામમાં રહેતી બંને યુવતીઓ થોડા સમય પહેલા ગુજરાત પોલીસમાં ભરતી થયા હતા તેમજ સ્મિતાબેન ગામીત જેઓ આઠેક માસથી જૂનાગઢ પીટીસી ખાતે ટ્રેનિંગમાં છે. તેમની પસંદગી સુરત શહેર ખાતે થયેલી હતી હાલ તેઓ એ ગુજકોપ ઓનલાઇન ટ્રેનિંગ માટે કાકારાપર પોલીસ મથકે અવરજવર કરતા હતા. તે દરમિયાન અકસ્માત નડતા આશાસ્પદ યુવતીનું મોત નીપજતા ચીખલવાવ ગામમાં શોકની કાલિમા છવાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here