Thursday, October 21, 2021
Home2 દોસ્ત દરિયામાં મેટ્રસ પર બેસી ગપ્પા મારી રહ્યા હતા, અચાનક પવન...
Array

2 દોસ્ત દરિયામાં મેટ્રસ પર બેસી ગપ્પા મારી રહ્યા હતા, અચાનક પવન ફૂંકાતા તેઓ દરિયાની પેલે પાર પહોંચી ગયા

વીકેન્ડ પર ફ્રેન્ડ્સ સાથે દરિયાકિનારે જઈ જલસો કરવું કોને ન ગમે પરંતુ જો આ જલસો કોઈ સંકટનું રૂપ ધારણ કરી લે તો! ઓસ્ટ્રેલિયામાં 2 મિત્રોની સાથે કંઈક આવું જ બન્યું. બંને દોસ્ત દરિયામાં મેટ્રસ પર બેસી ગપ્પા મારી રહ્યા હતા અને અચાનક જોરદાર પવન ફૂંકાતા તેઓ દરિયાની પેલે પાર પહોંચી ગયા.આ ઘટના ગત શનિવારની છે જેક્શન પેરી અને નોહા પામર રિલેક્સ થવા માટે દરિયાકિનારે પહોંચ્યા હતા. તેમને મનમાં ખયાલ આવ્યો કે મેટ્રસ સાથે દરિયા પર રિલેક્સ થવું જોઈએ. બંને દોસ્ત મેટ્રસ પર બેસી હસી મજાક કરી રહ્યા હતા. તેમની આ મૂવમેન્ટને હંમેશાં માટે કેદ કરવા તેઓ ફોટોગ્રાફી પણ કરી રહ્યા હતા. ચિયર કરવા માટે તેમણે બિયર ભરેલું આઈસબોક્સ પણ સાથે લીધું હતું. અચાનક જ જોરદાર પવન ફૂંકાયો અને મેટ્રસ સાથે દરિયામાં અનેક કિલોમીટર સુધી તણાઈને બંને દોસ્ત દરિયાની પેલે પાર પહોંચી ગયા.પેરી કહે છે કે પવનનું જોર એટલું વધારે હતું કે અમે તેની વિરુદ્ધમાં મેટ્રસ દરિયા પર હાંકી શક્યા નહિ અમે દરિયાને પેલે પાર પહોંચી ગયા હતા. તેવામાં તેમની મદદ કરવા માટે તેઓ તેમના ફ્રેન્ડ ટ્રેક્સને ફોન કરવા માટે સફળ રહ્યા. ટ્રેક્સ બંનેનું રેસ્ક્યુ કરવા માટે જેટ સ્કાયમાં પહોંચ્યો હતો.આ મેટ્રસ બંને મિત્રો મજા માણી રહ્યા હતાઆ મેટ્રસ બંને મિત્રો મજા માણી રહ્યા હતા

પેરી કહે છે કે તેમના માટે દરિયામાં રહેલી શાર્ક ભયનું કારણ નહોતી પરંતુ ડર ત્યારે લાગવા લાગ્યો જ્યારે આઈસબોક્સમાંથી બિયર બોટલ બહાર આવવા લાગી અને મેટ્રસમાં કાંણાં પડી જવાથી તે ડૂબવા લાગી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments