હળવદ : હાઈવે પર ટ્રક પાછળ ટ્રક ઘુસ્યો, 2 ના મોત,

0
25
વાંકાનેરના દલડી ગામ નજીક છકડો રીક્ષા પલટી મારી ગયો હતો જેમાં યુવાનનું મોત થયું છે જે બનાવ મામલે અર્જુનભાઈ મનજીભાઈ ચારોલીયા રહે નવાપરા વાંકાનેર વાળાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મરણજનાર કરણભાઈ અર્જુનભાઈ ચારોલીયા (ઉ.વ.૨૦) રહે નવાપરા વાંકાનેર વાળા છકડો રીક્ષા નં જીજે ૦૩ એએક્સ ૯૭૨૪ લઈને દલડી ગામ નજીકથી જતો હોય ત્યારે ગોલાઈમાં છકડો રીક્ષા પલટી જતા યુવાનનું મોત થયું છે.
કચ્છના ભચાઉના રહેવાસી મિતુલભાઇ ભરતભાઈ ગઢવીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી ગોમાંરામ માંધારામ ચૌધરી પોતાનો ટ્રક નં જીજે ૧૨ બી ડબલ્યુ ૦૭૯૩ લઈને જતા હોય દરમિયાન માળિયા હળવદ હાઈવે પર આગળ જતી ટ્રક જીજે ૧૨ બી ડબલ્યુ ૦૮૧૭ પાછળ અથડાવી આરોપી ટ્રક જીજે ૧૨ બી ડબલ્યુ ૦૭૯૩ ના કમલેશભાઈ (ઉં.વ.૨૦) ના શરીરે ઈજા થતા મોત થયું છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here