દિલ્હીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં 2નાં મોત

0
9

નવી દિલ્હી, તા.3 સપ્ટેમ્બર 2019 મંગળવાર

પાટનગર નવી દિલ્હીની પૂર્વ વિસ્તારમાં સિલમપુર ઇલાકામાં સોમવારે રાત્રે ત્રણ માળનું એક મકાન ધરાશાયી થઇ જતાં ઓછામાં ઓછી બે વ્યક્તિનું મરણ થયું હતું અને બીજા ઘણાને ઇજા થઇ હતી. આમ તો આ સ્લમ (ઝૂંપડપટ્ટી) વિસ્તાર છે. અહીં મોટે ભાગે ગેરકાયદે ઝૂંપડાંમાં ગરીબ લોકો રહે છે.

ત્રણ માળનું મકાન ઇમરાન નામની વ્યક્તિનું હતું. એમની પડોશમાં યાસીન અને ઇસ્માઇલ નામના બે જણનાં મકાન હતાં. સોમવારે રાત્રે આઠેક વાગ્યે ઇમરાનનું મકાન પડી જતાં એની સાથોસાથ યાસીન અને ઇસ્માઇલનાં મકાનો પણ પડી ગયાં હતાં. એ સમયે ઇમરાન, યાસીન અને ઇસ્માઇલ પોતપોતાના પરિવાર સાથે મકાનમાં હાજર હતા એટલે બધા દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.

મકાનો એટલી ઝડપથી ધરાશાયી થયાં કે અંદર રહેનારા કોઇને બહાર નીકળવાનો સમય સુ્દ્ધાં મળ્યો નહીં. કોઇ સ્થળે બોમ્બ ફૂટ્યો હોય એવા ધડાકા સાથે આ મકાનો પડ્યાં હતાં. ઇમરાન અને યાસીનના પરિવારના બધાં કુટુંબીઓ આ મકાનો નીચે કચડાઇ ગયાં હતાં. કાટમાળ એટલો બધો હતો કે પાડોશીઓ મદદ કરવા દોડી આવ્યા પરંતુ કોઇને ઊગારી શક્યા નહીં. ઇજાગ્રસ્તોની સ્થિતિ પણ ગંભીર હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here