પૂર્વ કેન્દ્રીયમંત્રીના કાફલાનો થયો ગંભીર અકસ્માત, CRPF જવાન સહિત 2ના મોત

0
18

મહારાષ્ટ્રમાં એક ખૂબ જ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા હંસરાજ આહિરના કાફલામાં શામેલ વાહનનો ગંભીર અકસ્માત થયો હતો.

આ ગંભીર અકસ્માતમાં CRPFના એક જવાન અને ગાડી ચલાવનાર મહારાષ્ટ્ર પોલીસના એક જવાનનું મૃત્યુ થયું છે. આ અકસ્માત મહારાષ્ટ્રના ચંદ્રપુર-નાગપુર રોડ પર થયો હતો. આમાં પૂર્વ કેન્દ્રીયમંત્રીના સુરક્ષા દસ્તામાં શામેલ વાહનના ફૂરચા ઉડી ગયા હતા. રિપોર્ટ મુજબ ખૂબ જ ઝડપથી આવી રહેલી એક ટ્રકે સિક્યોરિટી કોન્વોયમાં શામેલ વાહનને જોરદાર ટક્કર મારી હતી.

પૂર્વ કેન્દ્રીયમંત્રી હંસરાજ આહિરનો ચંદ્રપુર સંસદીય મત વિસ્તાર છે. જોકે, તેમને ચંદ્રપુર લોકસભા બેઠક પરથી આ વખતે લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના સંજય દેવતલેને હરાવ્યા અને કેન્દ્રીય પ્રધાન બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here