કોરોના વિશ્વમાં : અમેરિકામાં 24 કલાકમાં નવા 2 લાખ 30 હજાર કેસ નોંધાયા : ફ્રાન્સમાં એક સપ્તાહ પછી ફરી કેસ વધ્યા.

0
0

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,30,000 કેસ નોંધાયા છે. જ્યારે 2,527 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. સતત ત્રીજા દિવસે અમેરિકામાં કોરોનાના સંક્રમણના રેકોર્ડ કેસ નોંધાયા છે. છેલ્લા બે અઠવાડિયાથી અમેરિકામાં કોરોનાના પગલે રોજ 2,000 વ્યક્તિઓના મોત થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં અમેરિકામાં 14.6 મિલિયન કેસ નોંધાયા છે. દેશમાં 2,81,000 લોકોના મોત થયા છે.

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 6.68 કરોડને વટાવી ગયો છે. 4 કરોડ 62 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 15 લાખ 33 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્ય છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે. અમેરિકામાં ગત સપ્તાહમાં સરેરાશ એક લાખ 80 હજાર મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન કોરોના ટાસ્ક ફોર્સ બનાવી ચૂક્યા છે. કેલિફોર્નિયાએ તેના બે ક્ષેત્રમાં સ્ટે એટ હોમ ઓર્ડર ઈસ્યુ કર્યો છે.

અમેરિકામાં સમસ્યા વધી

અમેરિકામાં મોટાભાગના રાજ્યોમાં મામલાઓ વધી રહ્યાં છે. કેટલાક રાજ્યોમાં તો હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડવા લાગી છે. આ કારણે રાજ્યો હવે સખ્તી કરવા લાગ્યા છે. કેલિફોર્નિયાએ પોતાના બે વિસ્તારોમાં સ્ટે એટ હોમ ઓર્ડર એટલે કે ઘરમાં જ રહેવાનો આદેશ આપ્યો છે.

આ રાજ્યોના પાંચ ક્ષેત્ર એવા છે જ્યાં હોસ્પિટલોએ પ્રશાસનને જણાવ્યું છે કે તેમની હોસ્પિટલો અને ખાસ કરીને આઈસીયુમાં જગ્યા બચી નથી. એવામાં મેકશિફ્ટ આઈસીયુ બનાવવામાં આવ્યા છે. સાઉથ કેલિફોર્નિયા અને સેન જોઆક્વિનમાં તો બાર, હેર સલૂન અને રેસ્ટોરન્ટ્સને સખ્તાઈથી બંધ કરવામાં આવી છે. જોકે પાર્સલ સુવિધા ચાલુ રહેશે.

ફ્રાન્સમાં રાહત પછી આફત

ફ્રાન્સમાં સરકાર ઘણી હદ સુધી સંક્રમણમાં કાબુ મેળવવામાં સફળ રહી છે. દેશમાં લોકડાઉન લાગુ થયાને પાંચ મહિના થઈ ગયા છે. આ પહેલા દરેક સપ્તાહમાં 50 હજાર મામલાઓ પ્રકાશમાં આવી રહ્યાં હતા. હવે આ આંકડાઓ લગભગ 11થી 13 હજારની વચ્ચે આવી ગયા છે. શુક્રવારે 11 હજાર 221 મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. જોકે શનિવારે તે વધ્યા અને 12 હજાર 923 સુધી પહોંચી ગયા.

બ્રિટન વેક્સિનેશન માટે તૈયાર

બ્રિટનમાં વેક્સિનેશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એમ માનવામાં આવી રહ્યું છે કે આગામી સપ્તાહથી દેશમાં મોટા પાયે વેક્સિનેશન પ્રોસેસ શરૂ થઈ જશે. જોકે સરકારે તેના માટે કમ્પલીટ રોડ મેપ બહાર પાડ્યો નથી. એમ માનવામાં આવી રહ્યું છે કે તે ક્લિનિક્સના માધ્યમથી શરૂ કરવામાં આવશે. દેશની સ્વાસ્થ્ય સેવા એટલે કે એનએચએસ તેને લીડ કરશે. મંગળવારે પ્રથમ ડોઝ આપવામાં આવશે. બ્રિટને લગભગ ચાર કરોડ ડોઝનો આર્ડર આપ્યો છે. એક વ્યક્તિને બે ડોઝ આપવામાં આવનાર છે. વસ્તી 2 કરોડ છે.

લગભગ 8 લાખ ડોઝનો પ્રથમ જથ્થો બેલ્જિયમથી બ્રિટન પહોંચી ચૂક્યો છે. સરકારે કહ્યું છે કે તે તેના હેલ્થ વર્કર્સ અને ઓલ્ડર એજ હોમ્સ પર સૌથી પહેલો ફોક્સ કરશે. એટલે કે તેમને ડોઝ પહેલા આપવામાં આવશે.

દેશ સંક્રમિત મોત સાજા થયા
અમેરિકા 14,983,425 287,825 8,787,738
ભારત 9,644,529 140,216 9,099,946
બ્રાઝીલ 6,445,691 176,641 5,761,363
રશિયા 2,431,731 42,684 1,916,396
ફ્રાન્સ 2,244,635 53,816 165,563
સ્પેન 1,693,591 46,038 ઉપલબ્ધ નથી
યુકે 1,674,134 60,113 ઉપલબ્ધ નથી
ઈટલી 1,664,829 58,038 846,809
અર્જેન્ટીના 1,440,103 39,156 1,268,358
કોલંબિયા 1,334,089 37,117 1,225,635

(આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here