કોરોનાને હરાવવો શક્ય છે. : દરરોજે કોરોનાના 2 લાખ દર્દી સાજા થાય છે, ત્યારે આજે રિકવર દર્દીનો આંકડો 1 કરોડને પાર જશે

0
0

નવી દિલ્હી. કોરોના વાઈરસનું સંક્રમણ ભલે સતત વધી રહ્યું હોય પણ તે હવે અજેય નથી. તેને હરાવવું શક્ય છે. વિશ્વભરમાં કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચૂકેલા 98 લાખથી વધુ દર્દીએ આ સાબિત પણ કરી દીધું છે. સમગ્ર વિશ્વમાં રોજ 2 લાખ દર્દી સાજા થઈ રહ્યાં છે. તેવામાં દુનિયામાં કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચૂકેલા દર્દીનો આંકડો રવિવારે 1 કરોડને પાર થઈ જશે. રાહતની વાત એ છે કે દર્દી સાજા થવાનો દર સંક્રમણ વધવાના અને મોતના દરથી વધુ છે. સંક્રમણ 10.5 ટકાના દરે વધે છે અને મોત વધવાનો સરેરાશ દર 5.6 ટકા છે. પરંતુ સાજા થઈને ઘરે પહોંચેલા દર્દીઓની સંખ્યા 13 ટકાના દરે વધી રહી છે. 8 મહિનામાં કોરોના વાઈરસે વિશ્વમાં 1.60 કરોડ લોકોને સંક્રમિત કર્યા છે પરંતુ હજુ સારવાર હેઠળ એક્ટિવ દર્દીની સંખ્યા માત્ર 62 લાખ છે.

ભારતમાં રિકવરી રેટ અને મૃત્યુદર વિશ્વની સરેરાશથી બહેતર

દુનિયામાં કોરોનાના દર્દી સાજા થવાનો દર 62.1 ટકા છે. જ્યારે મૃત્યુદર 4 ટકા છે. ભારતમાં રિકવરી દર 63.5 ટકા છે. અહીં કુલ 13.36 લાખ દર્દીમાંથી 8.49 લાખ સાજા થઈ ચૂક્યા છે. ભારતમાં મૃત્યુદર વિશ્વની સરખામણીએ ઘણો ઓછો 2.3 ટકા જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here