20 વર્ષમાં હાર્ટ ડિસીઝથી 20 લાખ લોકો મૃત્યુ પામ્યા, દેશમાં હાર્ટના કેસો ક્યાં વધ્યા, કેમ વધ્યા અને કેવી રીતે કન્ટ્રોલ કરવા જાણો

0
0

વર્ષ 2016માં આવેલા WHOના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શહેરી વિસ્તારોમાં 58% ડોકટર્સ પાસે મેડિકલ ડિગ્રી છે, ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો માત્ર 19% છે. નેશનલ રૂરલ હેલ્થ મિશન દ્વારા જણાવવામાં આવેલા આંકડા મુજબ, ગામમાં 8% પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ડોક્ટર્સ વગર ચાલે છે. 61% સેન્ટર્સમાં એક જ ડોક્ટર છે. વધતા જતા કેસો અને મૃત્યુનાં ઘણાં કારણો છે. આમાં ગરીબી, આરોગ્ય સુવિધાઓ, સલાહ ન મળી શકવી અને સ્મોકિંગ સામેલ છે.

હાર્ટને હેલ્ધી કેવી રીતે રાખશો?

ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના કાર્ડિયો-થોરેસિક એન્ડ વેસ્ક્યુલર સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મુકેશ ગોયેલે કહ્યું કે, મહામારી શરૂ થયા પછી સ્થિતિ વધારે ખરાબ થઇ છે. કોરોનાકાળમાં હાર્ટ અટેક અને કાર્ડિયાક અરેસ્ટના કેસ 20% વધી ગયા છે. હાર્ટ ડિસીઝ સાથે જોડાયેલા લક્ષણો હોવા છતાં લોકો હોસ્પિટલ આવતા નથી. તેમને ચેપ લાગવાનો ડર લાગી રહ્યો છે. પરંતુ જો તેઓ વધારે ડરશે તો તેમની સ્થિતિ વધારે નબળી થઈ જશે. કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખીને કેસ ઘટાડી શકાય છે. જાણો એવી આ 10 બાબતો જે તમને હૃદય રોગથી દૂર રાખશે અને જો તમે તેના દર્દી હશો તો તે કંટ્રોલમાં રહેશે.

  • ઠંડીમાં ઘઉંની રોટલીની જગ્યાએ બાજરી, જુવાર કે રાગીનો લોટ મિક્સ કરીને રોટલી બનાવો. કેરી, કેળા અને ચીકુ જેવા વધારે ગળ્યાં ફળ ઓછા ખાઓ. પપૈયું, કિવી અને સંતરા જેવા ઓછા મીઠાં ફળ ખાઓ.
  • તળેલી અને મીઠી વસ્તુઓ ઓછી કરી દો એટલું સારું છે. ભૂખ લાગી હોય તેના 20% ઓછું ખાઓ અને દર 15 દિવસે વજન ચેક કરતા રહો.
  • હાર્ટની બીમારીનું સૌથી મોટું કારણ સ્થૂળતા છે. જેટલું વજન વધશે, હૃદય રોગનું જોખમ પણ એટલું જ વધશે. તેથી, અઠવાડિયાંમાં પાંચ દિવસ 45 મિનિટ સુધી કસરત કરો. વોકિંગ પણ કરી શકો છો.
  • એવી ફિટનેસ રાખો કે જ્યારે તમે સીધા ઊભા રહો અને નીચે જુઓ તો તમારા બેલ્ટનું બક્કલ દેખાય. એકથી દોઢ કિલોમીટર ક્યાંય જવાનું હોય તો ચાલતા જાઓ.
  • કોરોનાનાં કેસ વધે કે ઘટે બંને સ્થિતિમાં સાવધાની રાખવાનું ના ભૂલો, માસ્ક પહેરો અને હાથ ચોખ્ખા રાખો. ભીડવાળી જગ્યાએ ના જાઓ.
  • રોજ ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ કરો. જલ્દી સૂવાનું અને જલ્દી ઊઠવાનું રૂટીન બનાવો. રાતે 10થી સવારે 6 વાગ્યાનો સમય બેસ્ટ છે.
  • ધૂમ્રપાન અને આલ્કોહોલ છોડવું જ યોગ્ય છે. સ્મોકિંગથી તેનો ધુમાડો ધમનીઓની લાઈનિંગને નબળી કરે છે.
  • રિસર્ચમાં પણ સાબિત થઇ ગયું છે કે સ્ટ્રેસથી હૃદય રોગના કેસ વધે છે. તેની અસર મગજ પર પણ થાય છે. તેથી, વધારે સ્ટ્રેસ ના લો.
  • લાફ્ટર યોગ પણ કરી શકો છો, આ થેરપી સ્ટ્રેસને દૂર કરવામાં મદદ કરે છે.
  • વ્હોટ્સએપ પર હાર્ટ ડિસીઝથી બચવા માટે જુદા-જુદા દાવા કરવામાં આવે છે. તેના પર વિશ્વાસ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here