વડોદરા : વધુ 2 દર્દીના મોત, કેસનો કુલ આંક 2178 થયો, ભરૂચમાં વધુ 2 દર્દીના મોત અને વધુ 9 કેસ નોંધાયા

0
3

વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 2 દર્દીના મોત થયા છે. પાદરાની 75 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું છે અને પાણીગેટ વિસ્તારમાં 57 વર્ષની મહિલાનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે ખાસવાડી સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ભરૂચ જિલ્લામાં આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ 2 દર્દીના મોત થયા છે. આમોદના 56 વર્ષીય વ્યક્તિ અને વાગરાના વસ્તીખંડાલી ગામના 52 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આમ ભરૂચ જિલ્લામાં કુલ મૃત્યુઆંક 13 ઉપર પહોંચ્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 2, વાગરા અને જંબુસરમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 219 ઉપર પહોંચી ગઇ છે

વડોદરામાં કોરોનાના કેસની સંખ્યા 2178 ઉપર પહોંચી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 2178 ઉપર પહોંચી ગઇ છે. અત્યાર સુધીમાં કુલ 1509 દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 619 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 134 દર્દી ઓક્સિજન ઉપર અને 31 દર્દી વેન્ટીલેટર ઉપર છે.

વડોદરામાં અત્યાર સૌથી વધુ દર્દી ઉત્તર ઝોનમાં નોંધાયા

વડોદરા શહેરમાં અત્યાર સુધી સૌથી વધુ કુલ 785 દર્દી ઉત્તર ઝોનમાં નોંધાયા છે, પૂર્વ ઝોનમાં 589 દર્દી અને દક્ષિણ ઝોનમાં 382 દર્દી નોંધાયા છે. સૌથી ઓછા 150 દર્દી પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. વડોદરા ગ્રામ્યમાં 254 કેસ નોંધાયા છે.