વેંક્ટેશ્વર મંદિરને 2 NRI અમેરિકન ઉદ્યોગપતિઓએ 14 કરોડનું દાન આપ્યુ

0
21

તા. 10 ઓગસ્ટ 2019 શનિવાર

અમેરિકામાં વસતા બે મૂળ ભારતીય કૂળના ઉદ્યોગપતિઓએ આંધ્ર પ્રદેશમાં આવેલા વેંક્ટેશ્વર મંદિરને પોતાનુ્ં નામ પ્રગટ નહીં કરવાની શરતે 14 કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાની માહિતી મળી હતી.

મંદિર સાથે સંકળાયેલા એક અધિકારીએ આ માહિતી આપતાં કહ્યું કે સંબંધિત ઉદ્યોગપતિઓએ દેવીશ્રી વરલક્ષ્‍મી વ્રતમ પર્વ નિમિત્તે આ દાન કર્યું હતું. આ ઉદ્યોગપતિઓએ સહકુટુંબ મંદિરમાં પૂજા વગેરે કર્યા બાદ 14 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના ખાસ અધિકારીને સોંપ્યો હતો.

2000 વર્ષ જૂનું તિરુપતિ મંદિર દેશના સૌથી શ્રીમંત મંદિરોમાં મોખરે રહ્યું છે. દર વરસે અહીં કરોડો રૂપિયા રોકડમાં કે દાગિના રૂપે દાનમાં અપાય છે. એમાંની કેટલીક રકમ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા સામાજિક કાર્યોમાં વપરાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here