બાયડ બસ સ્ટેન્ડ નજીક થી પલ્સર બાઈક પર પસાર થતા બે શખ્શો ની શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા બાયડ પીએસઆઈ કે.કે.રાજપૂતે અટકાવી તલાસી લેતા ત્રણ ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રની નિષ્ક્રિયતા થી અને આસાનીથી રૂપિયા મેળવવા કેટલાય યુવકો અને લબરમૂછિયા ચોરી અને ચેઈનસ્નેચીંગ જેવા ગુન્હાખોરીમાં ધકેલાઈ રહ્યા છે.
સોમવારે રાત્રીના સુમારે કોમ્બિંગ નાઈટમાં બાયડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કિરણ રાજપૂત અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી બસ સ્ટેન્ડ નજીકથી મોડી રાત્રીએ પલ્સર બાઈક પર પસાર થતા સુરપાલ જયંતીભાઈ વાદી (રહે,ભેમાપુર, મેઘરજ) અને દિલીપ અમરાભાઇ રાવળ (રહે,ઇન્દિરા નગર,મેઘરજ) ને શંકાસ્પદ જણાતા અટકાવી તલાસી લેતા ૩ સ્માર્ટ ફોન મળી આવતા સઘન પૂછપરછ હાથધરાતા ૨ મોબાઈલ ધનસુરા-બાયડ પર ધનસુરા નજીક આવેલી શ્યામ વેલ્ડિંગ વર્કસ માંથી અને ૧ મોબાઈલ વાત્રક બીબીપુરા નજીક આવેલા ગુરુદેવ કોલ્ડ સ્ટોરેજમાંથી ચોર્યા હોવાનું કાબુલી લીધું હતું.
બાયડ પોલીસે ત્રણ સમાર્ટ ફોન કીં .રૂ.૧૫૦૦૦/- અને પલ્સર બાઈક કીં.રૂ.૧૦૦૦૦/- મળી કુલ રૂ. ૨૫૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ૧)સુરપાલ જયંતીભાઈ વાદી (રહે,ભેમાપુર, મેઘરજ), ૨) દિલીપ અમરાભાઇ રાવળ (રહે,ઇન્દિરા નગર,મેઘરજ) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી બાયડ પોલીસ સ્ટેશન અને ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વણ ઉકેલ્યા બે ગુન્હા શોધવામાં સફળતા મળી હતી
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી